વલસાડના ડાન્સર અરમાન રાઠોડનું નસીબ ચમકયું : TV શો India’s best dancerમાં મળી એન્ટ્રી

0
1004

મોર્નિંગ ન્યુઝ ફોકસ,વલસાડ : ગુજરાતના વલસાડ જિલ્લાનો વતની અરમાન રાઠોડના સોશ્યલ મીડિયામાં એક સારા ડાન્સર તરીકે ખૂબજ લોકપ્રિય બન્યો છે.સોશ્યલ મીડિયામાં તેના ડાન્સના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.જો કે ટિકટોક પર અરમાન ખૂબ લોકપ્રિય બન્યો પણ ટિકટોક પર બેન મૂકાયા બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ તે 82k થી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

જો કે ડાન્સ ને પેશન બનાવનાર રમાનના નસીબ ખુલી ગયા હોય એમ લાગી રહ્યું છે.તેને TV શો India’s best dancerમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળવા જઈ રહી છે. હવે તે આ શોમાં ટોપ 11 ડાન્સરમાં આવવા માટે પ્રયત્ન કરશે.

View this post on Instagram

Teri gali me aata sanam…

A post shared by Arman Rathod 🕺🏽💃🏼 (@armanrathod) on

અત્રે નોંધનીય છે કે, 29 વર્ષીય અરમાન વલસાડમાં ગાડીઓ ધોવાનું કામ કરતો હતો. તેણે લોકડાઉનમાં તેના મિત્રો સાથે ટિક ટોક ઉપર પોતાના ડાન્સના વીડિયો મુકવાનું શરુ કર્યું અને જોતજોતામાં તેના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગયા. તે છેલ્લા 15 વર્ષથી ડાન્સમાં કરિયર બનાવવાની ઈચ્છા રાખતો હતો. એવામાં જૂન મહિનામાં પ્રખ્યાત ડાન્સર ટેરેન્સે તેણે તેના ટેરેન્સ લુઇસ પ્રોફેશનલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટના 1 વર્ષના ડીપ્લોમા કોર્સ માટે 3 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી હતી.