Gujarat

સુરતના કાપડના વેપારીનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ :મતદાન કરો ડિસ્કાઉન્ટનો લાભ મેળવો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે ૨૩મી એપ્રિલના રોજ મતદાનનો આ ત્રીજો તબક્કો છે જેમાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર મતદાન થઇ રહ્યું છે ત્યારે લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે અને વધુને વધુ લોકો મતદાન કરવા માટે જાય તે માટે સુરતના વેપારીએ મતદાન કરીને ખરીદી માટે આવનાર ગ્રાહકોને વિશેષ ઓફર નો લાભ આપવાનું નક્કી કર્યું છે.

સુરતના કતારગામમાં નારાયણનગર માં હંસ ક્રિએશન નામની દુકાન ધરાવનાર ધર્મ મહેતાએ મોર્નિંગ ન્યુઝ ફોક્સ ને જણાવ્યું હતું કે દેશમાં લોકોમાં મતદાન પ્રત્યે વધુ ને વધુ જાગૃતિ આવે એ ખૂબ મહત્વની બાબત છે, જેને લઇને સુરતના મતદારોમાં પણ વધારે જાગૃતિ આવે અને વધારે મતદાન થાય તે માટે અમે ગ્રાહકોને દરેક ખરીદી ઉપર ચોક્કસ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે જે ગ્રાહકો મતદાન કરીને ખરીદી કરવા માટે આવે છે તેમને અમે આ ડિસ્કાઉન્ટનો લાભ અવશ્ય આપીએ છીએ.