Editorial Gujarat

VIDEO : સુરતમાં ધોધમાર વરસાદ : તંત્ર ની બેદરકારીથી ઍક બાળક સહીત બે ના મોત : કોઝ વે નો નજારો જોવા લોકો ઉમટયા

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં મેઘરાજાએ સૌથી વધારે દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને અત્યાર સુધી ધમરોળ્યું છે.સુરતમાં ત્રણ દિવસ સતત વરસાદ બાદ શુક્રવારથી વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન આજે(રવિવાર) સવારે 1 ઈંચ વરસાદ બાદ બપોરે કડાકાં-ભડાકાં સાથે ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વીજ કડાકા ને લઈ લિંબાયતમાં એક યુવક પર વીજળી પડતા અને નાના વરાછામાં એક બાળકનું વરસાદી પાણીમાં તણાઈને ગટરમાં ડૂબી જવાથી ઍમ કુલ બે નાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સ્પષ્ટ સૂચના અપાઈ છે.

વળી કોઝ વે ઓવર ફ્લો થઈ જતા આજે રવિવાર હોઇ કોઝ વે નો તાપી નદીનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતાં.