Gujarat

અરવલ્લીમાં બનાવટી સાધુઓને દોડાવી દોરડાથી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ,જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સોશ્યિલ મીડિયા પર તાજેતરમાં જ એક વિડીયો વાઈરલ થયો છે. આ વિડીયો નકલી સાધુનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં એક યુવક આ સાધુઓને દોરડા વડે બાંધી ઢોરમાર મારતો જોવા મળે છે. સાધુના વેશમાં જોવા મળતા આ વ્યક્તિઓ પર યુવતીને ઉઠાવી જવાનો પણ આરોપ છે. આ વિડીયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ વિડીયોમાં જોવા મળે છે કે સાધુના વેશમાં રહેલા ચાર વ્યક્તિઓને દોરડાથી બાંધીને અન્ય એક વ્યક્તિ લઈ જઈ રહ્યો છે ત્યારબાદ આ વ્યક્તિ ચારે સાધુઓને દોરડાના બીજા છેડાથી મારી રહ્યો છે. આ ચારે વ્યક્તિઓ હાથ જોડીને છોડી દેવાની આજીજી કરી રહ્યાં છે પરંતુ વ્યક્તિ તેને ઢોરમાર મારીને તેની પાસે માફી માગવાની વાત કરી રહ્યો છે.

વિડીયોમાં જોવા મળતા સાધુના વેશમાં રહેલા ચારે વ્યક્તિઓ રડી રહ્યાં છે અને હાથ જોડીને છોડવાની આજીજી કરતાં જોવા મળે છે. છતાં બ્લૂ ટીશર્ટમાં રહેલો વ્યક્તિ તેની વાત સાંભળવા તૈયાર નથી અને તેને ફરી ડંડાથી ફટકારતો જોવા મળે છે. આ સાધુઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. પાછળ આવતી ભીડ પણ આ યુવકને પાનો ચડાવી રહી છે અને ઢોર માર મારવાનું કહેતા સંભળાય છે.