Gujarat Politics Trending Viral Audio News

વાયરલ ઓડિયો : પાંચ વર્ષમાં માત્ર કાછડીયાના માથાના વાળનો જ વિકાસ થયો છે, અમરેલીનો નહીં

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે કેટલાક ઉમેદવારો દ્વારા મતદારો ને ફોન કરી ને મત આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલીના ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાના કાર્યાલય માંથી જ્યારે મતદાર ને મત આપવા માટે ફોન કરવામાં આવ્યો ત્યારે મતદારે ચોખ્ખું પરખાવી દીધું કે પાંચ વર્ષમાં માત્ર નારણ કાછડિયા ના માથા ના વાળ નો વિકાસ થયો છે અમરેલી નો નહી.

જો કે મતદાર દ્વારા ફોન ઉપર થયેલી આ વાતનો ઓડિયો સોશિયલ મીડિયામાં હાલમાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મતદાર દ્વારા કોલ કરનારને એવું પૂછવામાં આવી રહ્યું છે કે નારણ કાછડિયાને અગાઉ પણ પાંચ વર્ષ અમરેલીએ આપ્યા હતા પણ એમને અમરેલીનો શું વિકાસ કર્યો? જોકે અમરેલીમાં રોડ-રસ્તાના હજુ પણ ઠેકાણા નથી તો બીજી બાજુ નર્મદાના પાણીની વાતો કરી રહ્યા છે ત્યારે પાણી માટે ખેડૂતોએ આંદોલન કરવા પડે છે.

આ ઉપરાંત મતદાર ઓડિયોમાં જણાવે છે કે નારણ કાછડિયા નું એવું તો એક સારું કામ બતાવો કે જેથી અમને મત આપવાની ઇચ્છા થાય. અમારે તો કાછડીયા કે ધાનાણી કોઈ અમારા સગા નથી પરંતુ જમણે પાંચ વર્ષ સુધી કંઈ જ કર્યું નથી અને હવે ચૂંટણી ટાણે જ એમને મતદારો યાદ આવે છે એમને શા માટે મત આપવો જોઈએ? આમ ભાજપ દ્વારા નર્મદાના પાણીની મોટી મોટી વાતો થાય છે ત્યારે અમરેલી ને હજુ સુધી નથી મળ્યું નર્મદાનું પાણી કે નથી થયો અમરેલી નો વિકાસ, માત્રને માત્ર કાછડિયાના વાળ જ વિકાસ થયો છે.

જોકે આ ઓડિયો હાલમાં સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નારણ કાછડિયા ને અમરેલી માંથી જાકારો મળે તો નવાઈ નહીં. કારણ કે જે સાંસદો બની મતદારો ને ભૂલી જાય છે અને માત્ર ચૂંટણી ટાણે જ તેમને મતદારો યાદ આવે છે એવા નેતાઓને હવે મતદારો પણ પાઠ ભણાવવાનો કોઈ મોકો ચૂકતા નથી.