Editorial Entertainment

‘વફા’ – પ્રેમ એટલે તારા વિશે વિચારતા જ મારા ચહેરા પર આવતી મુસ્કાન

પ્રેમ એટલે તારા વિશે વિચારતા જ મારા ચહેરા પર આવતી મુસ્કાન   

પ્રેમ એ અઢી અક્ષરનો એક પવિત્ર શબ્દ છે.વેદ, પુરાણ, ઉપનિષદ  સર્વે ગ્રંથોમાં પ્રેમનું અલગ-અલગ પ્રકારે મહત્વ સમજાવ્યું છે. રાધાને મન પ્રેમ એટલે સમર્પણ. મીરાને મન પ્રેમ એટલે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું. નરસૈયાને મન પ્રેમ એટલે વિશ્વાસ. પ્રેમ એટલે લાગણી નો ભંડાર હૃદયના ઊંડાણમાં છુપાયેલા અરમાનોનો દરિયો.

પ્રેમ એટલે પવિત્રતા, વિશ્વાસ, શ્રદ્ધા-સમર્પણ, શુદ્ધ ભાવ થી કોઈને ચાહવું.કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ એ જ સાચી ‘ વફા ‘ છે.

અડ્યા વગર સ્પર્શ થાય તે પ્રેમ છે,
શબ્દ વગર વર્ણન થાય તે પ્રેમ છે,
અહેસાસ વગર લાગણી થાય તે પ્રેમ છે,
ઇન્તજાર મિલન માટે તરશે તે પ્રેમ છે,
જેના વગર દરેક ક્ષણ અધૂરી લાગે તે પ્રેમ છે, મધદરિયે પણ પ્યાસ લાગે તે પ્રેમ છે,
પાનખરમાં પણ વસંતની યાદ આવે તે પ્રેમ છે, અંતે જે યાદ આવે તે પણ એક પ્રેમ છે,
અરે… ‘આશિષ’ ની આ રચના એ પણ એક પ્રેમ છે.

કોઈએ પૂછ્યું કે પ્રેમ એટલે શું?
જવાબ કઈક એવો મળ્યો કે…….

………સવારમાં ઉઠી ને આંખો ખોલતા પહેલા કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય તે પ્રેમ છે…….મંદિરમાં દર્શન કરતી વખતે પડખે કોઈ ઉભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે……આખા દિવસનો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી ચાલ્યો જાય એ પ્રેમ છે…… માથું કોઈના ખભા પર મૂકીએ અને મનનો ભાર હળવો થઈ જાય એ પ્રેમ છે……. આટલું બધું વાંચતા-વાંચતા તમને જેની યાદ આવી જાય એ તમારો પ્રેમ છે…

અંતે……….પ્રેમનો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમાં જન્મો જન્મ નથી હોતો,
પ્રેમનું ઔષધ તો ઠીક છે,
બાકી પ્રિયતમ ના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો…..

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા તેના વાચકો માટે આ એક નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. હવે દર સોમવારે અને ગુરુવારે ‘વફા’ નામની કોલમ પ્રગટ કરવામાં આવશે જેમાં યુવા હૈયાઓ ના દિલની વાતો, તેમની લાગણીઓને આ વિભાગમાં અમે રજૂ કરીશું. આપ પણ જો સારા લેખક છો અથવા તો આપને શાયરીઓ,  ગઝલો લખવાનો શોખ છે તો આપ પણ અમને આપની તૈયાર કરેલી કૃતિ અમારા ઇમેલ એડ્રેસ [email protected]  પર મોકલી શકો છો. આપના દ્વારા મોકલેલી કૃતિને પ્રગટ કરવાનો અધિકાર ન્યૂઝ વેબ પોર્ટલ ને રહેશે.

જો વાચકોને અમારી આ કોલમ પસંદ આવે તો વધારે ને વધારે શેર કરવા વિનંતી. આપ અમારી આ કોલમ અમારી વેબસાઇટ morningnewsfocus.com પર પણ વાંચી શકો છો.