Gujarat

રૂપાણીના શાસનમાં પાણી…પાણી ના પોકારો, શુ યોજનાઓના રૂપિયા પણ પાણીમાં ગયા?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં કચ્છ નો સારો એવો પ્રચાર અને પ્રસાર થયો હતો. નરેન્દ્ર મોદીએ લોકોને કચ્છ આવવા માટે ટુરીઝમ વિભાગ દ્વારા વિવિધ પ્રકારે કચ્છની વિવિધતાઓનો મીડિયામાં પ્રચાર-પ્રસાર કરાવ્યો હતો, અને સાથે સાથે અમિતાભ બચ્ચન ની એડ ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ જેવા પ્રચારને લઈને પ્રવાસીઓ ની કચ્છ ની મુલાકાત માં સતત વધારો થયો હતો. કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા વધવાને કારણે લોકોની રોજગારી માં પણ વધારો થયો હોય એ સ્વાભાવિક છે, તેમજ મોદીના શાસનમાં કચ્છને પાણી જેવી સગવડો પૂરી પાડવા ના પણ પૂરા પ્રયાસ થયા હતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2002ના કચ્છના ભૂકંપ બાદ કચ્છની સુરત બદલી નાખી હતી.

પરંતુ 2014માં મોદીના દિલ્હી ગમન બાદ ગુજરાતમાં જ્યારે રૂપાણી સરકારનું શાસન શરૂ થયું ત્યારથી કચ્છની સુવિધાઓ દૂવિધાઓમાં બદલાતી ગઇ. કચ્છની નેતાગીરી પણ નબળી પડી તેમજ ભાજપ કચ્છની એક ઘટનાને કારણે બદનામ પણ થયું એટલું જ નહીં, રૂપાણી સરકારે કચ્છ પ્રત્યે ઉદાસીનતા દાખવી જેને કારણે કચ્છના લોકોની સમસ્યાઓ માં સતત વધારો થયો અને પુનઃ પાણીની તંગીની સ્થિતિ સર્જાઇ.

 

આ ઉનાળો કચ્છ માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ લઈને આવ્યો છે કારણ કે કચ્છમાં અત્યારથી જ દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની તેમજ ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે રૂપાણી સરકારના શાસનમાં એવું નથી કે માત્ર કચ્છમાં જ પાણીની સમસ્યા છે આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે પાણી વિના ને રૂપાણી સરકાર જનતાની સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને પાણી નો ભાવ છે તેવા વિસ્તારોમાં માફિયાઓનું ટેન્કર રાજ ધમધમવા લાગ્યું છે.

Symbolic Image

દુનિયાભરમાં રણોત્સવ માટે જાણીતું કચ્છ અત્યારે પાણીના એકએક ટીપા માટે તરફડીયા મારી રહ્યું છે. દુકાળના લીધે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકોએ તેમના અઢી લાખ પશુધન સાથે કચ્છ છોડીને અન્યત્ર આશરો લીધો છે. જે કચ્છ ફરવા માટે જાણીતું છે પણ હવે દુષ્કાળ પણ જાણે ત્યાં જ ધામો નાખીને બેઠો છે. કચ્છ આ વરસે છેલ્લા 30 વર્ષના સૌથી ભીષણ દુકાળનો સામનો કરી રહ્યું છે.યહ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ‘ જો કે, તેમાંથી ઘણા પરત પણ ફર્યા છે પરંતુ તેના આંકડા નથી. બન્ને તંત્રએ પોતાની રીતે આંકડાઓ અને વિગતો મેળવી છે.

અલગ-અલગ ગામોમાં જઈને અમે જાણ્યું તો એક વાત સામે આવી કે છેલ્લા છ મહિના દરમિયાન લગભગ અઢી લાખથી વધુ પશુધન અને 10,000થી વધુ લોકોએ ઘાસ-ચારા અને પાણી માટે કચ્છ છોડી દીધું છે. ઘાસચારાની તંગી દૂર કરવા હાલ 205 ઘાસ ડીપો કાર્યકરત છે. તંત્ર દાવો કરી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 7.10 કરોડ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે.કચ્છમાં સરેરાશ 17 ઈંચ જેટલો વરસાદ હોય છે પરંતુ ગત ચોમાસા દરમિયાન 26.51 ટકા જેટલો વરસાદ પડ્યો છે એટલે કે સાડાચાર ઈંચ જેટલું જ પાણી આ વખતે કચ્છની ધરતી પર પડ્યું છે અને જેના કારણે પાણીની કારમી તંગી ઊભી થઈ છે. ઉનાળો આવે છે અને બન્ની પ્રદેશ સૂકો ભઠ્ઠ બની જાય છે. લોકો કહે છે કે બાળકો ભૂખ્યા સૂઈ જાય ને તો અમને એટલી તકલીફ ન થાય. પણ, જો અમારું માલ-ઢોર ભૂખ્યું ભાંભરડાં નાખે ને તો અમારું પેટ બળે. નથી ખેતીવાડી કે નથી નોકરી.

માણસોની મજબૂરી એ છે કે તેમને પોતાની સાથે પશુઓને પણ જીવતા રાખવા પડે એમ છે. એટલે જ ભેંસ પાણી પીવે એ જ કુંડમાં મહિલાઓ પાણી ભરે છે.કચ્છના વિવિધ ગામો માટે પાણીના સ્ત્રોત સમાન રૂદ્રમાતા ડેમ હાલ ખાલીખમ છે. 49 વર્ષ જૂના આ ડેમથી સરસપૂર, કુનારિયા, કોટાઈ, ધોરી, નોખાણિયા, લોરિયા, સુમરાસર અને હનુમાનગર આમ 15000 હેક્ટરને લાભ મળે છે. આ ડેમ છેલ્લે કયારે ભરાયો હતો તે લોકોને યાદ નથી. અને હાલના તબક્કે જે સ્થિતિ છે તે જોતાં હવે ડેમ ફરીથી કયારે ભરાશે તે પણ એક સવાલ છે.