Editorial Gujarat Politics

ભાજપના મહિલા નેતા ડો.આશાબેન પટેલને મળતા આવકારથી તકસાધુઓના ‘પેટમાં તેલ રેડાયું ? જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : ઊંઝા ભાજપના ચાણક્ય બનેલા ડો. આશાબેન પટેલ ના નેતૃત્વમાં ઉંઝા તાલુકા પંચાયત અને નગરપાલિકા પડદા પાછળ ભાજપ હસ્તક બની ચૂકી છે. એટલું જ નહીં પરંતુ ભાજપ દિવસે-દિવસે મજબૂત બનતી જાય છે. ત્યારે કેટલાક તકસાધુઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ખોટા ખોટા ગતકડા ઊભા કરીને આશાબેનને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એમ કહેવાય છે કે એક મહિલાની પ્રગતિને જોઈને વ્યક્તિગત સ્વાર્થ સાધનારા આ તક સાધુઓના પેટમાં તેલ રેડાયું છે.

મળતી વિગતો અનુસાર ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ડો. આશાબેન ને ટિકિટ મળશે એ નિશ્ચિત છે. આશાબેન એક સક્ષમ નેતા તરીકે ઊભરી આવ્યા છે. કુશળ કામગીરી, વ્યક્તિ સાથેનો લગાવ, મતદારો સાથે નો સંવાદ તેમજ મિલનસાર સ્વભાવને કારણે આશાબેન ની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે ઊંઝામાં કેટલાક વ્યક્તિગત સ્વાર્થ સાધનારા તકસાધુઓ એ આશાબેનને ટિકિટ નહીં આપવા માટે અર્થહીન રજૂઆતો કરી છે.

ખોટી રજૂઆતો કરીને પક્ષનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર આવા તકસાધુ, વ્યક્તિગત સ્વાર્થ સાધનારાઓ સામે ભાજપ પણ આગામી સમયમાં શિસ્તનો કોરડો ઉગામી શકે છે. રાજનીતિમાં દરેકને આગળ વધવાનો અને પોતાના કૌશલ્યને પ્રગટ કરવાનો સૌ કોઇને અધિકાર છે. હાલમાં આશાબેન ભાજપમાં ભળતા ની સાથે જ વિધાનસભા વિસ્તારના જે પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નોનું સમાધાન કરી નાખ્યું છે, તેમજ અનેક વિકાસના કાર્યો માટે જરૂરી ગ્રાન્ટો પાસ કરાવી છે એટલું જ નહીં જાણવા મળતી વિગતો મુજબ ઊંઝા વિધાનસભામાં આવતા ગામડાઓ અને વડનગર વિધાનસભામાં આવતા ગામડાઓમાંથી આશાબેન ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનું વતન છે જે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં આવે છે. ત્યારે ડો. આશાબેન નો વડનગરના મતદારો પર સારો પ્રભાવ છે તેમજ વડનગરના મતદારો તરફથી પણ આશાબેનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ એક જ સમાજ નહીં પરંતુ બધા જ સમાજને સાથે લઇ ચાલનારા આશાબેન થી મતદારો ખુશ છે ત્યારે કેટલાક અસંતુષ્ટોએ એક મહિલાની કારકિર્દી ને આગળ વધતી અટકાવવા માટે જે નિરર્થક પ્રયાસો કર્યા છે તેની મતદારો ખૂબ જ નિંદા કરી રહ્યા છે. આવનાર સમયમાં આશાબેનને મતદારો વિજયી બનાવશે એ નિશ્ચિત છે.

Tags