પ્રેરણાદાયી કિસ્સો/ સુરતની આ યુવતીએ એવું તે શું કર્યું કે જેનો ફોટો BJP અધ્યક્ષ સી.આર.પાટીલે સોશ્યલ મીડિયામાં share કર્યો ?

0
2925

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે થોડો સમય પૂર્વે તેમની સૌરાષ્ટ્ યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોને તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘ સુકન્યા સમૃદ્ધિ યોજના’ હેઠળ દસ વર્ષથી નાની કન્યાઓના ખાતા ખોલાવવા માટે કે પછી ‘ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ યથાશક્તિ વ્યક્તિઓનો વીમો ઉતરાવવા માટેની અપીલ કરી હતી જેથી કેન્દ્ર સરકારની યોજનાઓ દૂરના લોકો સુધી પહોંચી શકે.ત્યારે સૌ પ્રથમ સુરતની એક યુવતીએ સી.આર.પાટીલની આ અપીલને સાર્થક કરીને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડી છે.

સી.આર.પાટીલની આ અપીલ ને લઈને સુરતની એક યુવતી ઉર્વી પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દસ વ્યક્તિઓ માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને દસ વ્યક્તિઓ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો ઉતરાવી સુરક્ષા આપી હતી.જેને લઈ સી.આર.પાટીલે ઉર્વી પટેલને સન્માનપત્ર એનાયત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.સી.આર.પાટીલે ઉર્વી પટેલને સન્માનપત્ર આપતો ફોટો  સોશ્યલ મીડિયા પર share કર્યો છે.

આપને જણાવી દઈએ કે ઉર્વી પટેલ એ છેલ્લા 6 વર્ષથી OPPO મોબાઈલમાં બિઝનેશ ડેવલપમેન્ટ મેનેજર તરીકેની ફરજ બજાવે છે. આ અગાઉ એપલ ઇન્ડિયા પ્રા.લિ. માં એરિયા સેલ્સ મેનેજર તરીકે પણ તેણીની કામ કરી ચૂક્યાં છે. ઉર્વી પટેલ હાલમાં યુથ ફોર ગુજરાતનાં ટ્રસ્ટી તરીકે પોતાની સેવાઓ આપે છે.ઉર્વીએ સુરતની વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું છે. આમ, દર વર્ષ કરતા આ વર્ષે જન્મદિવસની આ અનોખી ઉજવણી કરીને ઉર્વી પટેલે કેન્દ્ર સરકારની યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય કર્યું છે