Editorial Gujarat Personality Politics

હાર્દિકને થપ્પડ મારનાર તરૂણ ગજ્જર અને Dy. CM નીતિન પટેલનું શુ છે કડી કનેક્શન? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (સુના સો ચુના) : આજે સવારે સુરેન્દ્રનગરનાં બલદાણા ગામે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં તરૂણ ગજ્જર નામનો યુવક મંચ પર ચઢી ગયો હતો અને  ‘તું 14 જણાને ભરખી ગયો છે’ ઍમ બોલી ભાષણ આપી રહેલ હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધો હતો.હાર્દિક પટેલને લાફો મારનાર આ યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે તરૂણ ગજ્જર કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. ત્યારે સવાલ એ થાય છે કે શુ લાફો મારનાર કોઈ રાજકીય પાર્ટીનો માણસ છે? ના,પણ હાર્દીક્ને લાફો મારનાર ઍક એવા વિસ્તારનો છે જે વિસ્તારનું ગુજરાતની રાજનીતિ માં મોટુ કદ રહ્યુ છે.જો કે હાલમાં રૂપાણી સરકારના Dy. CM નીતિન પટેલની રાજકીય કારકિર્દીમાં કડી નો ફાળો મહત્વનો છે.કારણ કે કડી ની અનેક સંસ્થાઓ માં નીતિન પટેલ વિવિધ હોદ્દાઓ પર પોતાની સેવા આપી ચૂક્યા છે.સાથે જ આપને જણાવી દઈએ કે કડી એ Dy. CM નીતિન પટેલના ગઢ મહેસાણા જિલ્લાનો વિસ્તાર છે.

જોકે એક બે દિવસ અગાઉ પણ નીતિન પટેલે હાર્દિક પટેલના હેલિકોપ્ટરમાં બેસીને પ્રચાર કરવા અંગે ટીકા કરી હતી. અને એમ પણ જણાવ્યું હતું કે હવે તો બેરોજગારો પણ હવા માં પ્રચાર કરવા લાગ્યા છે. આમ બોલીને નીતિન પટેલે હાર્દિક પટેલની ટીકા કરી હતી. જે બાદ હાર્દિક પટેલે પોતાના નામની આગળ થી ‘બેરોજગાર’ શબ્દ હટાવી દીધો હતો.

જોકે હાર્દિક સાથે થયેલ થપ્પડ કાંડ અંગે વરૂણ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે આ ઘટનાને વખોડી નાખી હતી.જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ આ ઘટનાની ટીકા કરવાને બદલે ‘કોંગ્રેસ નું નાટક’ ગણાવ્યું હતું.જોકે ટીવી રિપોર્ટ્સ મુજબ હુમલો કરનાર તરુણ ગજજરે પોલીસ નિવેદનમાં એવું જણાવ્યું કે આ મારી વ્યક્તિગત બાબત છે આ ઘટનાની સાથે કોઈ રાજકીય પાર્ટી ને લેવાદેવા નથી.

જોકે તરુણ ગજજરે એવું નિવેદન આપ્યું છે કે મને ત્રણ વર્ષથી હાર્દિક પટેલ સામે રોષ હતો. કારણ કે હાર્દિક પટેલના કારણે મારે અને મારા પરિવારને ઘણું બધું સહન કરવું પડ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી હાર્દિક પર હુમલો કરવાનો પ્લાન તરુણ ગજ્જર બનાવી રહ્યો હતો.તરુણ ના પિતા એ મીડિયાને જણાવ્યું છે કે છેલ્લા પંદર દિવસથી તરુણ એ ઘર છોડી દીધું છે. હાલમાં તરુણ ના ઘરે સુરક્ષા માટે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.