Editorial Gujarat Politics

જૂનાગઢ ખાતેના PM મોદીના કાર્યક્રમને શાનો છે સૌથી મોટો ખતરો ? હકીકત જાણી ચોકી જશો.

મો.ન્યુ.ફો.નેટવર્ક : અગાઉ ભારે વરસાદને કારણે પ્રવાસ રદ્દ કર્યા બાદ PM મોદી ગુરૂવારે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 23મી તેઓ સુરત એરપોર્ટ ખાતેથી વલસાડ જશે ત્યાર બાદ ત્યાંથી તેઓ જૂનાગઢ જશે,જ્યા ઍક જાહેર સભાને સમ્બોધશે,પણ બીજી બાજુ હાલમાં જૂનાગઢમાં વરસાદ પડી રહ્યો છે,જેને લઇ મોદી ના કાર્યક્રમના સ્થળ પીટીસી ગ્રાઉન્ડ મા પણ પાણી ભરાયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.આવતી કાલે પણ જો વરસાદ આમ જ ચાલુ રહેશે, કાર્યક્રમ મા વિક્ષેભ પેદા થઈ શકે છે.

હાલ મા ગુજરાત ના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે,કેરળ ની આફત બાદ ગુજરાતમાં પણ ભારે વરસાદ ની આગાહી કરાઈ છે.ત્યારે જૂનાગઢ માં PM મોદી ના કાર્યક્રમ માં વરસાદ વિઘ્ન બનવાની શક્યતાને નકારી શકાય ઍમ નથી. જો કે હાલમાં પણ જૂનાગઢ માં મોદીના સભાસ્થળે વરસાદ ને કારણે પાણી ભરાઈ જવાના અહેવાલો છે,ત્યારે આવતી કાલના કાર્યક્રમ માં વરસાદ આફત રુપ ના બને તેં જોવું રહ્યુ.

PM મોદી તેમનાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ 2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે.અને ત્યાંથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે.મોદી 2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે, અને 2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જાહેર સભાને સમ્બોધશે.ત્યારબાદ 3.30 વાગે જૂનાગઢ હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે.