Editorial National Politics

સંસદ ભવનમાં કઈ રાજકીય હસ્તીને મળવા માટે લાગી લોકોની લાંબી લાઇન ? હકીકત જાણી ચોકી જશો

મો.ન્યુ.ફો.નેટવર્ક :   સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે, જેમાં સંસદ ભવનમાં કતાર લગાવીને લોકો લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા છે. આ તસવીરને ટ્વિટર પર પત્રકાર અખિલેશ શર્માએ શેર કરી છે, જેમાં તેમણે જાણકારી આપી છે કે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકો સંસદ ભવનમાં કતાર લગાવીને રાહ જોઈ રહ્યા છે.

સંસદમાં આ લોકો પીએમ મોદીની એક ઝલક માટે લાંબી-લાંબી લાઈનો લગાવીને ઊભા રહયા છે. દેશના વિવિધ ભાગમાંથી આવેલા લોકો સંસદમાં પીએમ મોદીને જોવા માટે, તેમની સાથે મુલાકાત કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે અને તેમની રાહ જોવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સંસદમાં મોનસૂન સત્ર ચાલી રહ્યું છે, જે 10 ઓગસ્ટ સુધી ચાલશે. મંગળવારે સંસદ ભવનમાં બીજેપીની સંસદીય દળની બેઠક હતી, જેમાં સામેલ થવા માટે પીએમ મોદી પણ સંસદ પહોંચ્યા હતા. અહીંયા બીજેપી સાંસદોએ તેમની શાનદાર રીતે સ્વાગત કર્યું હતું. જોકે, રાજ્યસભાએ સોમવારે રાષ્ટ્રીય પછાત વર્ગ કમિશન સંબધિત બંધારણ બિલને સર્વસમ્મતિથી પાસ કરી દીધું હતું, ત્યારબાદ બીજેપીની સંસદીય પક્ષની બેઠક દરમિયાન પીએમ મોદીને ફૂલોની માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.