Editorial Gujarat Politics

રૂપાણીજી આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો શો અર્થ ?નદીઓ ઊંડી કરવાથી પાણીની સમસ્યા હલ થશે?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જળ બચાવો ઝુંબેશ શરૂ કરાઇ હતી પણ તેને મુખ્યમંત્રી રૂપાણી બિલકુલ વીસરી ગયા હતા પણ હવે ઉનાળાની શરૂઆતમાં જ દુષ્કાળના ડાકલા વાગતા પાછા આ પાણી વગરના રૂપાણી એક્શન મોડમાં આવી ગયા છે.અને 2 કરોડ ક્યૂબિક મીટર વધારાનો જળ સંગ્રહ કરવા માટે આ વર્ષે 56 નદીઓને વધારે ઊંડી કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, સુજલામ સુફલામ જળ અભિયાનના ફેઝ 2 હેઠળ 801 કિમીની 56 જેટલી નદીઓને ઊંડી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રૂપાણી સરકારે તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરી હતી પણ કમનસીબી એ છે કે આજ સુધી ઊંડા કરેલા તળાવમાં જરૂરી માત્રામાં કોઈ જળસંગ્રહ થયો નથી જેને પરિણામે ઊંડા કરેલા તળાવો માત્ર અને માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા છે. કારણ કે તળાવ ઉંડા કર્યા પછી સરકાર પાસે કોઈ ચોક્કસ પ્લાન ન હતો કે જેથી આ તળાવમાં પાણી ઠાલવી ને તેને ભરી શકાય. જોકે આ અંગે પૂર્વ મંત્રી એવા જયનારાયણ વ્યાસે પણ રાજ્ય સરકારની કામગીરીની આકરી ટીકા કરી હતી.

જો કે રૂપાણી સરકાર દ્વારા અગાઉ તાપી નદીના શુદ્ધિકરણ ની મોટી મોટી વાતો કરી હતી. કરોડો રૂપિયા ફાળવ્યા હોવાની પણ વાતો થઈ હતી પરંતુ આજ દિન સુધી તાપી નદી નું શુદ્ધિકરણ થયું નથી. જેને પરિણામે લોકોને પણ દુર્ગંધયુક્ત પાણી પીવું પડે છે.ત્યારે એક નદી નું શુદ્ધિકરણ નહીં કરતી સરકાર ઊંડા ઊંડા તળાવ કરે છે હવે નદીઓ ઊંડી કરવાની વાતો કરે છે પણ એનો અર્થ શો? અનેક યોજનાઓની જાહેરાતો કરવી પણ જાહેર જનતા ને એનો કોઇ જ લાભ જો ન મળી શકતો હોય તો પ્રજાના ટેક્સના પૈસા પાણી માં જવાબ દેવાનો સરકારને શો અધીકાર છે?