Editorial Lifestyle National Patriotism Personality Politics

સતત પાંચમી વાર લાલ કિલ્લા પરથી ભાષણ આપનાર PM મોદી ની પાઘડી નું શુ છે રહસ્ય ?

મો.ન્યુ.ફો.નેટવર્ક :   આજે PM નરેન્દ્ર મોદીએ પાંચમી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહ્યા છે.  ત્યારે ઍક ખાસ વાત જે ની નોંધ લેવાઈ છે અને એ છે મોદી નો ડ્રેસ કોડ અને એમાંયે ખાસ કરીને પાઘડી.દર વખતે મોદી એ જુદી જુદી પાઘડી ઓ પહેરી છે.આ વખતે તેમણે કેસરી પાઘડી પહેરી છે. મોદી દર વર્ષે તેમના ભાષણમાં અલગ અલગ પાઘડી પહેરે છે.જે ઍક ખાસ આકર્ષણ ઉપજાવે છે.

પાઘડી એ શૌર્યતા નું પ્રતીક છે,એમાંય કેસરી, પીળો, લીલો અને સફેદ રંગ એ શાંતિ, શૌર્યતા, નું પ્રતીક છે.છેલ્લા 4 વર્ષમાં મોદીએ સ્વતંત્રતા દિવસે સંબોધન વખતે પહેરેલી પાઘડી એ દેશ ની સંસ્કૃતિ ને અનુલક્ષી ને પહેરવામાં આવેલી છે.

2014માં મોદી વડાપ્રધાન બન્યા હતા. ત્યારે તેમણે જયપુરી પાઘડી પહેરીને ભાષણ કર્યું હતું.2015માં મોદીએ પીળા રંગની પાઘડી પહેરી હતી.2016માં મોદી આમ આદમીની જેમ ગુલાબી પાઘડીમાં નજરે પડ્યા હતા અને આ જ વર્ષે તેમણે 94 મિનિટનું ભાષણ આપ્યું હતું.

2017માં વડાપ્રધાન મોદીએ લહેરિયાની પાઘડી પહેરીને 56 મિનિટનું ભાષણ આપ્યું હતું.