Editorial National Personality Politics

વિશેષ અહેવાલ : નરેન્દ્ર મોદી કઈ શક્તિને કારણે સીધા CM માંથી PM બની ગયા ? જાણો રહસ્ય

મો.ન્યુ.ફો.નેટવર્ક : (જશવંત પટેલ) : ગુજરાતી ભાષામાં ઍક કહેવત છે કે, તલવાર ના ઘા રૂઝાય છે, પણ વાણી ના ઘા રુઝાતા નથી, અર્થાત વાણી માં અમી,તો દુનિયા નમી. વાણી ની તાકાત ને લીધે જ આજે અકબર કરતા બીરબલ વધારે યાદ કરાય છે, રાજકારણ નું પણ ઍમ જ છે,દેશ ના રાજકારણમાં પણ જે નેતા ની વાણી વધારે પ્રભાવશાળી રહી છે,એવા નેતાઓની રાજકીય કારકિર્દી વધારે ખ્યાતનામ રહી છે.

ભારતના રાજકારણમાં અનેક નેતાઓ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા, પણ આ બધામાં પુર્વ વાડા પ્રધાન અટલ બિહારી બાજપાઈજી જ્યારે પણ ભાષણ આપતા ત્યારે લોકો રસ થી સાંભળતા ,કારણ કે તેઓના ભાષણો માં ઍક નવો આશાવાદ છલકતો જોવા મળતો હતો.સંસદ હોય કે સભા ઍક આગવી છટા મા ભાષણ આપનાર બાજપાઈજીને વિરોધ પક્ષ પણ એટલો જ રસ થી સાંભળતો હતો.જો કે રાજનીતિ માંથી સન્યાસ લીધાં બાદ બાજપાઈજી ના ભાષણો ના એ શબ્દો હવે ઘણીવાર સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો માં છલકાતા જોવા મળે છે. મોદીજી પણ અવાર નવાર શેર શાયરી અને કવિતાઓના અંદાજમાં બોલતા જોવા મળે છે

આજે વર્તમાન સમયમાં બાજપાઈજી ની જેમ જો પાવરફૂલ વાક્ છટા ધરાવનાર કોઈ નેતા હોય તો તે મોદીજી છે.મોદીજી ના ભાષણો માં હંમેશા ઍક નવો આશાવાદ છલકતો જોવા મળે છે.ભારતના રાજકીય પક્ષોમાં ભાષણો અનેક નેતાઓ આપે છે,પણ મોદીજીના ભાષણો સાંભળવા દેશ વિદેશના દીઁગજ્જો આતુર રહે છે.મોદીજી ના ભાષણો ની દુનિયા નોંધ લે છે,કારણકે મોદી ના ભાષણો માં ઍક હકારાત્મક ઉર્જા છલકતી હોય છે, ઉપરાંત પ્રસંગને અનુરૂપ ઘટનાઓની એવી માહીતી એ લોકો સુધી પહોંચાડે છે કે જેનાથી લોકો એમની પ્રશંસા કરતા થાકતા નથી.

જો નરેન્દ્ર મોદીને CM થી PM સુધી પહોંચાડવામાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો એ છે એમનાં ભાષણો,એમની ધારદાર વાક્ છટા કે લોકો જેના દીવાના છે, અનેક નીરાશાઓ વચ્ચે આશાનું કિરણ જન્માવનાર મોદી બચપણ થી જ આશાવાદી વ્યક્તિ હતાં.મોદી ની વિરોધીઓ સામે નિશાન તાકવાની કળા પણ આબેહૂબ છે.વ્યાજસ્તુતિ અલંકારમાં તેઓ વિરોધીઓને ધૂળ ચાટતા કરી દે છે.માત્ર ભાષણો માં જ પારંગત છે એટલું નહીં,એકવાર નિર્ણય કર્યા પછી તેને પુર્ણ કરીને જ શ્વાસ લેવો એ મોદીનો મૂળ સ્વભાવ છે,જેનું ઉત્તમ ઉદાહરણ છે સિદ્ધપુર ની સરસ્વતી નદી. ગુજરાતીમાં ઍક કહેવત છે કે, ‘ નેવાં નાં પાણી મૉભારે ના ચડે ‘ પણ મોદીજી એ આ ઉક્તિ ને ખોટી સાબીત કરી અને ખૉરસમ પાઇપ લાઇન વડે ઊંધા પ્રવાહે નર્મદા નું પાણી સરસ્વતી નદીમાં નાખી ને નદી ને સજીવન કરી બતાવી હતી.
નોટ બંધી ની સફળતા પાછળ નું કારણ પણ મોદીજી એ લોકોમાં જન્માવેલ ઍક નવો આશાવાદ હતો.નોટ બંધી થી વિરોઘીઓ ને ભલે કોઈ પ્રત્યક્ષ અસર ના દેખાઈ હોય,પણ એની અનેક પરોક્ષ અસરો ફાયદાકારક રહી હોવાનો મત પ્રવર્તે છે.આશાવાદી વિચાર ધારા ને લીધે જ મોદીજી દેશ હિત માટે ના અનેક સાહસિક કદમ ઉઠાવી શક્યા છે. મોદીના નિર્ણયો હંમેશા દેશ હિત માં જ હોય છે એ પ્રજા પણ સારી રીતે સમજે છે,અને એટલેજ અનેક વિરોધો સામે પણ મોદી નો વિજય રથ સતત આગળ વધતો રહે છે.