Editorial National Politics

PM મોદી એ લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રજાને આપેલા ક્યા વચનો હજુ સુધી પુર્ણ થયા નથી ?

મો.ન્યુ.ફો.નેટવર્ક. : આજે PM મોદી સ્વતંત્રતા દિવસે પાંચમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. ત્યારે PM મોદી એ આ જ સ્થળે થી ભૂતકાળમાં અનેક જાહેરાતો કરી છે.હવે જ્યારે પીએમ મોદી લાલ કિલ્લા પરથી પાંચમી વખત અને પોતાના કાર્યકાળનું અંતિમ ભાષણ આપવા જઈ રહ્યાં છે, ત્યારે એ જાણવું જરુરી છે કે  PM મોદીના ચાર વખત આપેલા ભાષણો મા ક્યા વાયદાઓ અને કાર્યક્રમો આપ્યા હતાં જે હજુ સુધી પૂર્ણ નથી થઈ શક્યા.

PM મોદી એ અગાઉ ચાર વખત આપેલા ભાષણોમાં જન ધન યોજના, સ્કિલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ યોજના,  મેક ઈન ઈન્ડિયા, આદર્શ ગ્રામ યોજના, અને છેલ્લે GST ની જાહેરાત.

મોદીએ જનધન યોજનાની જાહેરાત કરી હતી, કે આ યોજના અંતર્ગત દેશમાં ગરીબ જનતાનું ડેબિટ કાર્ડ બનાવવામાં આવશે અને સાથે જ દરેક પરિવારને 1 લાખ રૂપિયાનું જીવન વીમો આપવામાં આવશે.આ યોજનાથી એક ગરીબ પરિવાર આ જનધન ખાતાથી જરૂર પડે તો પૈસા વીડ્રો કરી શકે છે.આ કાર્યક્રમને ગત વર્ષે આગળ વધારવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જનધન ખાતા ખોલવામાં આવ્યાં છે. પરંતુ આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ગરીબ પરિવાર હજુ રાહ જોઈ રહ્યાં છે.

PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે દેશની 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. આ શક્તિ પાસેથી સર્વાધિક ફાયદો ઉઠાવવા માટે કેન્દ્ર સરકાર સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમથી એક મોટી સ્કિલ્ડ વર્ક ફોર્સ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે.આ સાથેજ પીએમએ તે વાત પર જોર આપ્યું હતું કે આ કાર્યક્રમથી વિશ્વભરના વર્ક ફોર્સ આપવા માટે દેશના યુવાનોને તૈયાર કરવાના છે પરંતુ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન આ કાર્યક્રમો પર કોઈ સાર્થક પ્રત્યક્ષ પરિણામ જોવા મળ્યું નથી.

કેન્દ્ર સરકારે પોતાની સ્ટેન્ડઅપ યોજના અંતર્ગત દેશના નાના વેપારીઓને પ્રોત્સાહાન આપવાની યોજના તૈયાર કરી. જેની જાહેરાત પણ પીએમએ લાલ કિલ્લા પરથી કરી હતી. આ યોજના નાના વેપારીઓને પ્રોત્સાહન આપી સક્ષમ બનાવવાની છે કે તેઓ દેશમાં યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગાર ઊભો કરી શકે. આ કાર્યક્રમ પણ હજુ સુધી કોઈ અસરકારક પરિણામ આપી શક્યો નથી.

દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાને અત્યારસુધીની પોતાની મોટામાં મોટી સ્કીમ મેક ઈન ઈન્ડિયાની જાહેરાત પણ લાલ કિલ્લા પરથી કરી હતી.આ સ્કીમ પણ નોંધપાત્ર અસર પેદા કરી શકી નથી.

કેન્દ્ર સરકારની કમાન સંભાળ્યા પછી લાલ કિલ્લા પરથી પોતના પહેલાં ભાષણમાં પીએમ મોદીએ દેશના તમામ સાંસદોને એક ગામ દત્તક લેવાની અપીલ કરી હતી.એક વર્ષની અંદર તમામ સાંસદોને આ ચૂંટાયેલા ગામને વિકાસનું મોડલ બનાવતા આદર્શ ગ્રામમાં બદલવાનું હતું.
પરંતુ મોદી ના કેટલાક સાંસદો મોદી થી પણ સવાયા નીકળ્યા,કારણ કે આ સાંસદો એ એવા ગામ પસંદ કર્યા કે જે અગાઉથી જ વિકસિત હતા.આ સ્કીમમાં હજુ સુધી કોઈ એક ગ્રામને આદર્શ ગ્રામ તરીકે રજૂ નથી કરાયું.

મોદી સરકારે 1લી જુલાઈ 2017 થી દેશ ભરમાં એક સમાન ટેક્સ પ્રક્રિયા લાગુ કરવામાં આવી. કેન્દ્ર સરકારને વિશ્વાસ હતો કે GST થી તેમના ખજાનાની સાથે સાથે દેશના ઉદ્યોગને નવી દિશા મળશે.પણ આ સ્કીમને લાગુ કર્યાં પછી તેમાં અનેક ખામીઓને જોવા મળી.

આમ PM મોદીની આ જાહેર કરેલી યોજનાઓ હજુ સંપુર્ણ પરિણામ આપી શકી નથી, વળી નોટ બંધી અને કેશ લેસ પ્રથા નું પણ જોઈએ એવું પરિણામ મળ્યું નથી. જો કે મોદી ની આ જાહેર કરાયેલ યોજનાઓ લોકો ને મહદ અંશે પસંદ આવી છે.ત્યારે આજે મોદી પોતાના છેલ્લા ભાષણમાં 2019 ની ચૂંટણી ને લઇને હજુ કોઈ મોટી જાહેરાતો કરે તો નવાઈ નહીં !!!