નવનિયુક્ત મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલને પક્ષમાં અગાઉ કઈ કઈ જવાબદારીઓ મળી હતી ? જાણો

0
813

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા : ભાજપ દ્વારા 39 જિલ્લા પ્રમુખો ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જશુભાઇ પટેલ (ઉમતા વાળા) ની નિયુક્તિ કરવામાં આવી છે. જશુભાઇ પટેલ એન્જિનિયર છે અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જશુભાઇ પટેલે ભાજપમાં જિલ્લા યુવા પ્રમુખ તરીકે થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઋષિકેશ ભાઈ પટેલ હતા. ત્યારબાદ એ જશુભાઇ પટેલે મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી. લાંબી રાજકીય સફર બાદ તેમણે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે.ત્યારે તેમણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર મુજબ સૌને સાથે લઈ સંગઠનને મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.