Editorial National Politics

દેશના રાજકારણમાં શુ હશે ચંદ્ર ગ્રહણની સૌથી મોટી અસરો, 2019માં ભાજ્પ સત્તા ટકાવશે કે ગુમાવશે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક. : 27 જુલાઈ ને ગુરુ પૂર્ણિમાની રાત્રે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવાનું છે.જેને લઇને રાજકારણમાં તેનો પ્રભાવ કેવો રહેશે તે બાબતે વિવિધ જ્યોતિષીઓએ ગણતરીઓ કરી છે.

કેટલાંક જ્યોતિષીઓ ના મતે જોઈએ તો સદીનું આ સૌથી લાંબું ગ્રહણ PM મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.અર્થાત 2019 ની ચૂંટણીઓ માં ભાજ્પ ને ફાયદો મળી શકે છે. આમ પણ, મોદીની લોકપ્રિયતા હાલના દિવસોમાં ઊંચાઈઓ પર છે અને અમિત શાહની બુદ્ધિમત્તા ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ છે. ત્યારે લાગે છે કે નસીબ પણ તેમની સાથે છે.

જ્યારે જ્યોતિષીઓ ના મતે આ ચંદ્ર ગ્રહણ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી માટે પીડાકારક સાબિત થઈ શકે છે. પણ રાહુલ ગાંધીને લાભ પહોંચાડી શકે છે.ચંદ્રગ્રહણથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુશ્કેલી થઈ શકે છે. તેમના પોતાના જ તેમના માટે મુશ્કેલી વધારી શકે છે.

આ ચંદ્રગ્રહણ ની અસરથી બિહાર ના રાજકારણ માં પણ ભારે ઉથલ પાથલ મચી શકે છે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે આનંદ આપનારું સાબિત થઈ શકે છે. તો ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

બીજી બાજુ ચંદ્રગ્રહણના પ્રભાવથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગ્રહોની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે. એક તરફ તો તેમને પ્રશંસા મળવાના સંકેત દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ કોઈ કારણથી તેઓ બેચેન રહેવાની પણ આશંકા છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે આ ચંદ્રગ્રહણ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. એટલે તેમણે દરેક પગલું ફૂંકી-ફૂંકીને રાખવું જોઈએ