Election Gujarat Politics

BJP ના કયા બે ધારાસભ્યો થઈ શકે છે ડિસ્ક્વોલિફાઈડ? શા માટે?

મો.ન્યુ.ફો.નેટવર્ક :  વિધાનસભા ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરનારા ભાજપના બે ધારાસભ્યો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, અને સંતરામપુરના ભાજપના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરે 28 લાખની નક્કી કરાયેલી મર્યાદા કરતા પ્રચારમાં વધારે ખર્ચો કર્યો હોવાનું બહાર આવ્યું છે.રાજેન્દ્રસિંહ ચાવડાએ 33.78 લાખ રુપિયા વાપર્યા. ત્યારબાદ  ડિંડોરે એ 28.96 લાખનો ખર્ચ કર્યો. નિયમ અનુસાર, ભાજપના આ બે ધારાસભ્યો ડિસ્ક્વોલિફાઈ પણ થઈ શકે છે.

182માંથી 99 બેઠકો જીતનારા ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી પ્રચારમાં નિયત મર્યાદાથી વધુ ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચ આ મામલે તેમને ખુલાસો આપવા નોટિસ આપી શકે છે. જો ભાજપના ધારાસભ્યો સંતોષજનક ખુલાસો ન આપી શકે તો તેમને ડિસ્ક્વોલિફાય કરવાનો નિર્ણણ પણ પંચ લઈ શકે છે. જો આમ થાય તો ભાજપનું સંખ્યાબળ 99માંથી ઘટી 97 થઈ જાય, અને બે બેઠક પર પેટાચૂંટણી કરાવી પડે.