Gujarat Politics

ચૂંટણી હારી રહેલ શિક્ષણમંત્રી ચૂડાસમાને જીતાડવા રિટર્નિંગ ઓફિસરને ફોન પર કોણે આદેશ આપ્યો હતો? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 327 મતો ની પાતળી સરસાઈ થી ધોળકા બેઠક પર કૉંગ્રેસના અશ્વિન રાઠોડ સામે જીત મેળવેલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને રાઠોડે હાઈકોર્ટમાં પડકારી છે.જો કે ક્યાંક ગરબડ કરી ચૂડાસમા જીતી ગયા હોવાની કોર્ટ ને પણ આશંકા છે. જે અંતર્ગત હવે હાઈકોર્ટે ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા સરકારી ફોનની 2017માં ચૂંટણી સમયની કોલ ડિટેઈલ્સ માગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રિટર્નિંગ ઓફિસર મતગણતરી દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે નહીં છતાં પણ ધવલ જાનીએ નિયમ વિરુદ્ધ મતગણતરીના સ્થળે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનું તેણે કોર્ટમાં પણ સ્વીકાર્યું છે.હાઈકોર્ટના જસ્ટિસ ઉપાધ્યાય દ્વારા ગુજરાત સરકારને આરઓ જાનીના મતગણતરી સમયની મોબાઈલ ફોનની માહિતી જમા કરવામાં માટે આદેશ આપ્યો છે.

ત્યારે કોંગ્રસના ઉમેદવાર અશ્વિન રાઠોડ કે જેઓ ચુડાસમા સામે માત્ર 327 મતથી ચૂંટણી હારી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે મતગણથરી દરમિયાન જાનીને ‘કોઈ વ્યક્તિ’ તરફથી નિર્દેશો આપવામાં આવતા હતા. રાઠોડ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોસ્ટલ બેલેટ મતની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે જેના કારણે તેઓ ચુડાસમા સામે નજીવા માર્જીનથી ચૂંટણી હારી ગયા.જો કે હવે પછીની સુનાવણી 1 મે ના રોજ કરવામાં આવશે.