Gujarat Politics

14 જણાને ભરખી ગયો કહીને હાર્દિકને લાફો મારનાર વ્યક્તિ કોણ? જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સુરેન્દ્રનગરનાં બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં મંચ પર હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હતો ત્યારે એકાએક એક યુવક સ્ટેજ પર આવ્યો અને તું 14 જણાને ભરખી ગયો છે એમ બોલીને હાર્દિક ને એક લાફો ઝીંકી દીધો હતો.  ત્યારબાદ લોકો એકઠા થઇ જતા લાફો જીતનાર યુવકને ટોળાએ કપડા ફાટી જાય એટલી હદે માર માર્યો હતો અને છેવટે પોલીસ સ્ટેશન ખસેડાયો હતો.

                  (ફાઇલ તસ્વીર)

હાર્દિકપટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી પ્રમાણે તરૂણ ગજ્જર કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. જોકે અગાઉ પણ હાર્દિક ઉપર શાહી વડે હુમલો થયેલો છે. પણ જાહેર સ્ટેજ પરથી હાર્દિક પટેલને એટલે કે કોંગ્રેસના નેતાને થપ્પડ મારવાની કદાચ આ પહેલી ઘટના હોઈ શકે છે. જોકે આ ઘટનાથી રાજકીય પક્ષો એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવાનું ચુકશે નહીં. જોકે હાર્દિકે પણ આ બાબતે આ ઘટના સંદર્ભે ભાજપ પર આરોપ મુક્યો હતો.