Editorial National Personality

વોટ આપવા ઓસ્ટ્રેલીયાથી નોકરી છોડી ભારત આવેલ આ યુવાન કોને વડાપ્રધાન તરીકે જોવા માગે છે? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : વડાપ્રધાન મોદી ની લોકપ્રિયતા વિદેશ માં પણ કેટલી છે તેનો એક કિસ્સો  તાજેતરમાં કર્ણાટકન મંગલુરુમાં જોવા મળ્યો હતો  જ્યાં મોદીએ રેલીને સંબોધી હતી ત્યાં તેમના અનેક પ્રશંસકો હાજર હતા  આ બધા પ્રશંસકોની વચ્ચે  એક એવો પ્રશંસક હતો જે  વિદેશથી પોતાને નોકરી છોડીને  વડાપ્રધાન મોદીને મત આપવા માટે  પોતાના વતન માં પાછો ફર્યો હતો  મોદીનો આ ચાહક મોદીને મત આપવા માટે ઓસ્ટ્રેલિયામાં થી નોકરી છોડી દીધી વતન આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સુદિન્દ્ર હીબર (ઉ.વ.41), ઓસ્ટ્રેલિયામાં સિડની એરપોર્ટ પર એક સ્ક્રીનીંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેને મતદાનની તારીખ પર રજા મળી શકતી નથી, ત્યારે તેણે તેની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.સુદિન્દ્ર જણાવે છે કે “મને 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધી રજા મળી. આગામી દિવસોમાં ઇસ્ટર અને રમઝાનના કારણે એરપોર્ટ પર ભારે ભીડ રહેતી હોવાના કારણે તેને રજા મળી શકે એમ ન હતી. હું કોઈપણ ભોગે મોદીજી ને મત આપવા માંગતો હતો. તેથી મેં રાજીનામું આપવાનું અને ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું.”

સુદિન્દ્રએ એમબીએ કર્યું છે. તે કહે છે, ‘સિડનીમાં હું દુનિયાભરના લોકો વચ્ચે કામ કરું છું. એરપોર્ટ પર યુરોપિયન અને પાકિસ્તાની પણ આવે છે. હું ગર્વ અનુભવું છું કે જ્યારે તેઓ કહે છે કે મોદી ના નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય ખૂબ સારુ છે. હું ભારતની બદલાતી છબી અને વડા પ્રધાન મોદીને આ સિદ્ધિની સફળતા માટે ક્રેડિટ આપીશ. હું સરહદ પર જઈને મારા દેશનો બચાવ કરી શકતો નથી પરંતુ મતદાન દ્વારા, હું મતદારની ફરજ અદા કરી શકું છું. “નોકરી વિશે પૂછવામાં આવતા, તે કહે છે, “હું ઓસ્ટ્રેલિયામાં કાયમી નિવાસી કાર્ડ ધારક છું. મારી પત્ની ફિજી-ઓસ્ટ્રેલિયન છે. મેં પહેલેથી જ સિડનીમાં રેલ્વે સાથે કામ કર્યું છે. તેથી મને નથી લાગતું કે બીજી નોકરી શોધવા માટે કોઈ સમસ્યા હશે.