અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઈને જીતાડવા કચ્છ થી રાધનપુર આવેલ એ 8000 મતદારો કોણ હતા? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 1998થી રાધનપુર સીટ ભાજપની સૌથી સલામત બેઠક ગણાતી હતી.પરંતું 2017માં અલ્પેશે કોંગ્રેસની ટિકિટ પર લડી તેના પર વિજય મેળવ્યો હતો.પરંતું ધારાસભ્ય બન્યા બાદ મંત્રી બની લાલ લાઈટ ની ગાડી માં બેસવાના અભરખા જાગતા કોંગ્રેસમાં પોતાનું કોઈ સાંભળતું નથી, વારંવાર અપમાન કરવામાં આવે છે તેવું કહી આખરે અલપેશે કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

પરંતું ગઈકાલે આવેલા પેટાચૂંટણીના પરિણામો એ અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી સામે લાલબત્તી કરી દીધી છે. કોંગ્રેસના રઘુ દેસાઈએ પક્ષપલ્ટું અલ્પેશને 3,807 મતોએ હરાવતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે.જો કે અલ્પેશને ધૂળ ચટાડનારા રઘુ દેસાઈ કોંગ્રેસના છેલ્લા 15 વર્ષથી કાર્યકર છે. કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા દેસાઈ 2017માં પણ રાધનપુર બેઠક પર કોંગ્રેસના સૌથી મજબૂત દાવેદાર હતા. જોકે, 2017 માં કોંગ્રેસે તેમને પડતાં મૂકી નવા આવેલા અલ્પેશને ટિકિટ આપી હતી.જ્યારે રઘુ પટેલને રાધનપુરને બદલે કોંગ્રેસે ચાણસ્માની ટિકિટ આપી હતી, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.

રઘુ દેસાઈને ઓળખતા કોંગ્રેસી કાર્યકરોનું માનીએ તો, દેસાઈ 2002-2005 દરમિયાન યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી હતા, તેઓ પક્ષ તેમજ રાધનપુરની પ્રજા માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે. તેઓ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.માલધારી સમાજમાંથી આવતા રઘુ દેસાઈએ સમાજ માટે પણ ઘણું કામ કર્યું છે, અને તેઓ પોતાના સમુદાયમાં મોભાનું સ્થાન ધરાવે છે. રાધનપુરથી કચ્છ સ્થળાંતર કરી ગયેલા 8,000 માલધારીઓ રઘુ દેસાઈને મત આપવા માટે મતદાનના દિવસે ખાસ રાધનપુર આવ્યા હતા.