Gujarat Politics

સૌરાષ્ટ્રના વિસાવદરમાં CM રૂપાણીની સભા કેમ એકા એક રદ કરાઈ ? કારણ જાણી હસી પડશો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભાજપે મુખ્યમંત્રી રૂપાણી નું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉમેર્યું છે પણ હકીકતમાં ગુજરાતમાં જે જે સ્થળે રૂપાણી પ્રચાર કરવા ગયા છે એમાંથી મોટા ભાગની સભાઓમાં જોઈએ એટલી જનમેદની રૂપાણીને સાંભળવા માટે એક થી થતી નથી કેટલીક સભાઓમાં તો રીતસર ખુરશીઓ ખાલી હવા ના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં વિસાવદર ખાતે રૂપાણી નો કાર્યક્રમ ખુરશીઓ ખાલી રહેવાને કારણે રદ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રના વિસાવદરમાં મુખ્યમંત્રી રૂપાણી નો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ભાજપ દ્રારા વિસાવદર ખાતે બક્ષીપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CM રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેવાના હતા. જોકે, કાર્યક્રમ સ્થળે માણસો એકઠા થયા ન હતા અને ખુરશીઓ ખાલી રહેતા ભાજપ પ્રમુખ કિરિટ પટેલે સીએમ હાજર નહીં રહે તેવી જાહેરાત કરવાની ફરજ પડી હતી.

જો કે કાર્યક્રમ રદ થવાથી ભાજપના કાર્યકરોમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો હતો. તો વળી એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે વિસાવદરમાં જ ભાજપ અને કોંગ્રેસના બે સમાંતર કાર્યક્રમ હોવાથી ભાજપે સંખ્યા ન થતાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની હોવાના દાવા કરાઈ રહયા હતા.બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં સીએમની હાજરી અનિવાર્ય હોવાથી કાર્યક્રમ રદ કરાયો છે.