Exclusive : 100 બેડ વાળા કોવિડ કેર આઇસોલેશન વોર્ડ બનાવવાનો પાટીલનો આદેશ છતાં ધારાસભ્યો અને સાંસદો નિષ્ક્રિય કેમ ? સામે આવ્યું ચોંકાવનારું કારણ

Exclusive : 100 બેડ વાળા કોવિડ કેર આઇસોલેશન વોર્ડ બનાવવાનો પાટીલનો આદેશ છતાં ધારાસભ્યો અને સાંસદો નિષ્ક્રિય કેમ ? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  કોરોના ધીમે ધીમે હવે માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી રહ્યો છે. ત્યારે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તમામ ધારાસભ્યો અને સાંસદોને પોતાના વિસ્તારમાં સો બેડ વાળા કોવિડ કેર isolation સેન્ટરો શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.પરંતુ પરંતુ ક્યાંક ને ક્યાંક સી આર પાટીલ ના આદેશનું ધારાસભ્યો અને સાંસદો દ્વારા પાલન કરવામાં મોટી અડચણો ઊભી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્યો અને સાંસદો દ્વારા કોવિડ કેર isolation સેન્ટરો ઉભા કરવા માં આવે તો સૌથી મોટી સમસ્યા એ સામે આવી શકે છે કે હાલમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહ્યો નથી. જેને પરિણામે ઓક્સિજનયુક્ત સુવિધાવાળા covid કેર isolation સેન્ટરો ઉભા કરવા ધારાસભ્યો અને સાંસદો માટે એક મોટો યક્ષપ્રશ્ન બની રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાનો ચેપ જે રીતે પ્રસરી રહ્યો છે તે જોતા કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને એમાંય ખાસ કરીને કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સૌથી વધારે ઓકસીજન લેવાની તકલીફ પડી રહી છે. દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. તેવા સંજોગોમાં આ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં પણ ઓક્સિજન આપવો તે પ્રાથમિક જરૂરિયાત છે. તો બીજી બાજુ હાલમાં મોટાભાગના સરકારી દવાખાનાઓમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ રહ્યો નથી જેને પરિણામે દર્દીઓ મોતને ભેટી રહ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને સાંસદો દ્વારા ઓક્સિજનયુક્ત કોવિડ કેર સેન્ટર કેવી રીતે શરૂ કરવા તે સવાલ મૂંઝવી રહ્યો છે.