Editorial National Politics

શિવસેના ના ઉદ્ધવ ઠાકરે ને ફોન કર્યા બાદ અમિત શાહ શા માટે ધુઆ-પુઆ થઈ ગયા હતા ? જાણો કારણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગઈકાલે અવિશ્વાસ પ્રસ્તાવ ની ચર્ચા ના થોડો સમય પહેલા શિવસેનાએ ભાજપ અને અમિત શાહ ભારે આંચકો આપ્યો હતો. શિવસેનાએ તેમના સાંસદો ગેરહાજર રહેશે તેવી જાહેરાત કરી હતી અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ વોટ આપવા જણાવ્યુ હતુ. જો કે આ અગાઉ ભાજપના અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવા પાંચ વખત ફોન કર્યો હતો પણ ઉદ્ધવ ઠાકરેએ ફોન રિસીવ ના કરતા ખુદ અમિત શાહ ડઘાઈ ગયા હતા.

જો કે આ અંગે મીડિયા રિપોર્ટ મુજબ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે અમિત શાહે પાંચ વાર ફોન કર્યો હતો. તેમાથી એક ફોન સંસદીય કમિટીની ઓફિસમાંથી આવ્યો હતો. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ફોન ઉઠાવ્યો ન હતો.તો વળી, શિવસેનાના અન્ય એક વરિષ્ઠ નેતાએ ભાજપ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કરવામાં આ‍વેલા દાવાને બકવાસ ગણાવ્યો હતો. અને જણાવ્યું હતું કે આ મામલે અમે ભાજપ સાથે કોઈ વાત કરી નથી. શિવસેનાએ તેલુગુદેશમ પાર્ટી તરફથી લાવવામા આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાથી દૂર રહેવા નિર્ણય લીધો હતો.

જો કે ગઈકાલે શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર સામે ચાબખા મારતા લખવામાં આવેલ કે , હાલ દેશમાં તાનાશાહી ચાલી રહી છે. તેથી તેમની પાર્ટી સરકારને સમર્થન આપવાના બદલે આમ જનતા સાથે રહેશે. લોકસભામાં રજૂ થનારા અવિશ્વાસ પ્રસ્તાવમાં સરકારની ઓછી અને વિપક્ષની પરીક્ષા વધુ લાગી રહી છે, કારણ કે સરકાર પાસે પૂરતું સંખ્યાબળ જોવા મળી રહ્યું છે.