Editorial Gujarat Personality Politics

હાર્દીકે 19 મી ઓગષ્ટે 501 યુવાનો સાથે ઉપવાસ કરવાનો શા માટે લીધો નિર્ણય? જાણો કારણ

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : PASS કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત તેમજ ખેડૂતોના દેવામાફીની માગણી સાથે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે.પરંતું તંત્ર દ્વારા અમદાવાદના નિકોલમાં જગ્યા નહીં ફાળવવાના ગેરબંધારણીય નિર્ણય સામે પાસ કન્વીનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે
19મી ઓગસ્ટે અમદાવાદના નિકોલ ખાતેના પાર્કિંગ ઝોન ગ્રાઉન્ડમાં હાર્દિક સહિત 501 યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતીક ઉપવાસ કરશે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આંદોલન માટે જગ્યા નહીં ફાળવવાનો નિર્ણય ગેરબંધારણીય છે. આ નિર્ણય સામે અમે 501 યુવાનો નિકોલ મેદાનમાં ગાડી પર બેસી એક દિવસ માટે પ્રતીક ઉપવાસ કરીશું. સાથે સાથે દેશના પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નિધનને પગલે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેનું અમે સન્માન કરી 501 યુવાનો મોઢા પર કાળી પટ્ટી રાખીને રાષ્ટ્રીય શોકને સમર્થન આપીશું અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું.

આ ઉપરાંત હાર્દિક પટેલ શનિવારે રાજ્ય સરકારને એક પત્ર પાઠવશે, જેમાં 25મી ઓગસ્ટથી જે આમરણાંત ઉપવાસ શરૂ થવાના છે તેના પહેલાં દિવસે રાજ્યભરમાંથી 50 હજાર લોકો હાજરી આપવાના છે એટલે કાર્યક્રમમાં જો કોઈ અવ્યવસ્થા સર્જાશે તો તેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.