Editorial Gujarat Politics

ગુજરાતમાં મતદાન કર્યા બાદ કેટલાક મતદારોએ સોશ્યલ મીડિયામાં કેવી રીતે રાહુલ ગાંધીની મજાક ઉડાવી?જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : ગુજરાતમાં ૨૩મી એપ્રિલના રોજ ૨૬ લોકસભા સીટ ઉપર મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે આ ૨૬ ઉમેદવારો ભાવી ઇવીએમમાં કેદ થયું છે ત્યારે આવનાર 23મી મેના રોજ આ પરિણામો જાહેર થશે દરેક ઉમેદવારને જીતની આશા હોય એ સ્વાભાવિક છે. પણ હવે કોણ જીતે છે અને કોણ હારે છે એ તો આવનાર સમય જ બતાવશે. ગુજરાતમાં મતદાન ખૂબ સારા પ્રમાણમાં થયું. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે કેટલાક મતદારોએ મતદાન કર્યા પછી સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની 72,000 આપવાની વાતની મજાક ઉડાવી હતી, જેના પરથી એક વાત સ્પષ્ટ થઈ જાય તે આ મતદારોએ કોને મત આપ્યો છે.

આમ તો મતદાન એ ગુપ્તદાન છે. પરંતુ હવે સોશિયલ મીડિયા ના જમાનામાં ક્યાંકને ક્યાંક એ માન્યતા ધીમે-ધીમે બદલાઈ રહી છે. ગઈકાલે કેટલાક લોકોએ મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયામાં એવા મેસેજ મૂક્યા હતા કે, ‘ આજે 72 હજાર રૂપિયા જતા કર્યા’. આ મેસેજ સ્પષ્ટ દર્શાવે છે કે આ આ મેસેજ છોડનાર લોકોએ કોંગ્રેસને તો મત નહીં જ આપ્યો હોય.

કારણ કે થોડાક સમય પહેલા જ્યારે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો, તે સમયે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો માં દર વર્ષે 72 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે આ જાહેરાત ને લઈને શિક્ષિત વર્ગ ખૂબ નારાજ હતો. કારણ કે શિક્ષિત વર્ગ એવું માને છે કે પ્રજાના ટેક્સના પૈસા ને કોઈ રાજકીય પક્ષ પોતાના વોટ મેળવવા ના અંગત સ્વાર્થ સાધવા માટે આ રીતે લોકોમાં વહેંચણી કરે તે યોગ્ય નથી. આમ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જાહેર કરાયેલી 72000 ની વાત શરૂઆતથી જ હાસ્યાસ્પદ બની હતી.

બીજીબાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દરેક ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી તેમજ તેનો પ્રથમ હપ્તો અને દ્વિતીય હપ્તો તેમણે ખેડૂતોના ખાતામાં સીધા જમા પણ કરાવી દીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કેટલાય સમયથી ખેડૂતોનું દેવું માફ કરવાની ગુલબાંગો પોકાર્યાં કરે છે પરંતુ દેવું માફ કરવું એ સાચો ઉકેલ નથી એવું દરેક શિક્ષિત વર્ગ માની રહ્યો છે, ત્યારે મોદીજીએ જે છ હજાર રૂપિયા આપવાની વાત કરી એ રૂપિયાથી દરેક ખેડૂત વાવણી સમયે યોગ્ય ખાતર અને બિયારણ ખરીદી શકે તે માટેનો તેમનો હેતુ હતો.

પરંતુ કોંગ્રેસનો હેતુ માત્ર અને માત્ર 72,000 આપવાની જાહેરાત કરીને મત મેળવવાનો જ હતો. ત્યારે ગઈકાલે થયેલા મતદાનમાં કેટલાક મતદારોએ કોંગ્રેસના મેનીફેસ્ટો ના પ્રલોભનમાં આવ્યા વિના સમજી વિચારીને યોગ્ય ઉમેદવારને મતદાન કર્યું પણ સાથે સાથે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો જાહેર કરેલ 72000 આપવાની વાતને મજાક ઉડાવી હતી અને સોશિયલ મીડિયામાં લખ્યું કે ‘આજે 72000 જતા કર્યા’ જે સ્પષ્ટ દર્શાવે છે કે આ મતદારોએ કોંગ્રેસના પ્રલોભનમાં જરા પણ લલચાયા નથી. જો કે ગઇકાલના મતદાન બાદ કોંગ્રેસ ગુજરાતમાં 10થી વધારે સીટો મેળવવાની આશા વ્યક્ત કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસ ની આશા કેટલી સાચી ઠરે છે એતો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે.