Editorial Gujarat Trending

સી.આઈ.ડી.ક્રાઇમ ના પી.એસ.આઈ.એ શા માટે ભરવો પડ્યો ટ્રાફિક દંડ ? જાણીને થશે આશ્ચર્ય

મો.ન્યુ.ફો.નેટવર્ક : ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન ને લઇ સતત શહેરી વિસ્તારોમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે,જેના ભાગ રૂપે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને દંડ ફટકારવાની ઝુંબેશ હાથ ધરવી પડે છે.જો કે ટ્રાફિક પોલીસ વિવિધ નુસખાઓ અપનાવી ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાંઅમદાવાદમાં ટ્રાફિક પોલીસે CID ક્રાઇમના PSI પાસેથી દંડ વસુલી લોકોમાં દાખલો બેસાડવા નો પ્રયત્ન કર્યો હતો.

મળતી માહીતી મુજબ, અમદાવાદ પોલીસે શનિવારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ CID
ક્રાઇમના PSI એમ.બી ઝાલાને દંડ ફટકાર્યો હતો. એમ.બી ઝાલા વર્દીમાં પોતાની કારમાં નિકળ્યા હતા પણ તેમણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો તેથી તેમને પણ ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલાએ ટ્રાફિક પોલીસ ના આ પગલાં ને બિરદાવ્યું હતુ,અને તરત દંડ ભરી દીધો હતો. તેમણે દંડ ભર્યા પછી કહ્યું કે, ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન કરાવે છે એ સારું છે. મેં પણ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો તેથી મારે પણ દંડ ભરવો પડ્યો છે. આ રીતે લોકોમાં એક સારો મેસેજ જશે.