સુપ્રીમ કોર્ટ મરાઠા અનામતને કેમ રદ કરી ? કારણ છે ચોંકાવનારું

સુપ્રીમ કોર્ટ મરાઠા અનામતને કેમ રદ કરી ? કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  અનામત લઇને દેશમાં અનેક પ્રકારની રેલીઓ અને તોફાનો થયા છે ત્યારે મહારાષ્ટ્રમાં સમય અગાઉ મરાઠાઓને અનામત આપવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને રદ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું છે કે, મરાઠા અનામત 50 ટકાથી વધુ ન હોઈ શકે. આ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે અનામતની સીમા 50 ટકા પર નક્કી કરવાના 1992ના મંડલ નિર્ણયને બેન્ચની પાસે મોકલવાનો ઇન્કાર કરી દીધો. સાથોસાથ કોર્ટે સરકારી નોકરીઓ અને એડમીશનમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધી મહારાષ્ટ્રના કાયદાને રદ કરતાં તેને ગેરબંધારણીય કરાર કર્યો.

બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારનારી અરજીઓ પર પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે ઈન્દિરા સાહનીના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કારણ નથી મળ્યું. જસ્ટિસ અશોષ ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીન્દ્ર ભટની પાંચ-જજોની બંધારણીય બેન્ચે આ મામલા પર ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કહ્યું કે,  અનામત માત્ર પછાત વર્ગને આપવામાં આવી શકે છે. મરાઠા સમુદાય આ કેટેગરીમાં નથી આવતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જસ્ટિસ ગાયકવાડ કમિશન અને હાઇ કોર્ટે બંનેએ અસાધારણ સ્થિતિમાં અનામત આપવાની વાત કહી છે. પરંતુ બંનેએ નથી જણાવ્યું કે મરાઠા અનામતમાં અસાધારણ સ્થિતિ શું છે.