Gujarat

રાજકોટમાં ચોકીદાર PM મોદી સાથે સેલ્ફી લેવા યુવાનોએ શા માટે પડાપડી કરી? કારણ જાણી ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ યુવા સંમેલનમાં CM વિજય રૂપાણીએ પ્રથમવાર વોટિંગ કરનારા યુવાનોને સંબોધ્યા હતા. જેમાં તમામ યુવાનો માટે PMમોદીનું સ્ટેચ્યુ વિશેષ આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતુ. મોદીના આ સ્ટેચ્યુ સાથે સેલ્ફી લેવા માટે યુવાનોએ રીતસર પડાપડી કરી હતી તે આપને જાણીને આશ્ચર્ય થશે કે મોદી નું સ્ટેચ્યુ તૈયાર કરવામાં તારક મહેતા ના કલાકાર જોડાયા હતા.

PM મોદી નું પૂતળું બનાવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેમ કલાકાર  જેઠાલાલના સાળા  એવા ‘સુંદર’ પણ જોડાયા હતા. આઠથી વધુ યુવાનોઓએ ભેગા મળી આ પૂતળું બનાવ્યું હતુ. જે યુવા સંમેલનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોદીના પૂતળા સાથે 1500થી વધુ યુવાનોએ સેલ્ફી લીધી હતી. આ ચોકીદારરૂપી પૂતળાને ચોકીદારી કરે તેવી જગ્યાએ મુકવા યુવાનોમાં વિચારણા ચાલી રહી છે.