Editorial Gujarat Politics

ગુજરાત ભાજપના આ કેબિનેટ મંત્રીએ શા માટે બેંકમાં મચાવ્યુ તોફાન ? જાણો કારણ

મો.ન્યુ.ફો.નેટવર્ક : રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટના જેતપુરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ભારે હોબાળો મચાવી અને બેન્ક બંધ કરવાની ચીમકી આપી હતી. જો કે125 ખેડૂતોના પાક વિમો ન ચૂકવતા ખેડૂતોની રજૂઆતો ને પગલે મંત્રી જયેશ રાદડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.

મળતી માહીતી મુજબ,બે મહિના અગાઉ બેન્કને ખેડૂતોને પાક વિમો ચૂકવી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું છતાં બેન્કે ખેડૂતોને રૂપિયા ના ચૂકવતા આજે રાદડિયા ખેડૂતો સાથે બેન્કમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.અને બેંક બંધ કરી દેવાની ચીમકી આપી હતી.