Exclusive : અમિત શાહ સાથે સી.આર.પાટીલ કોઈ કાર્યક્રમમાં કેમ જોવા ન મળ્યા ? શાહે માસ્ક ના નિયમોનો કર્યો ઉલાળીયો

Exclusive : અમિત શાહ સાથે સી.આર.પાટીલ કોઈ કાર્યક્રમમાં કેમ જોવા ન મળ્યા ? શાહે માસ્ક ના નિયમોનો કર્યો ઉલાળીયો

મો.ન્યુ.ફો. (સુના સો ચુના & દિખા સો લિખા ) :  ગુજરાતમાં ખોડલધામના નરેશ પટેલે પાટીદાર જ મુખ્યમંત્રી હોવો જોઈએ એવું નિવેદન આપીને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. જોકે નરેશ પટેલના નિવેદનથી ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ હોય એવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે ગઈકાલે જ ગુજરાતની મુલાકાત લીધી હતી અને બ્રિજના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

જોકે અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને અમિત શાહ વચ્ચે શાાહની ગુુજરાત તમુલાકાત દરમિયાન ક્યાંકને ક્યાંક અંતર રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, ગઈકાલે અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે તેમને આવકારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ ગયા હતા. ત્યાર બાદ અમિત શાહના વિવિધ કાર્યક્રમોમાં પાટીલ ક્યાંય પણ જોવા મળ્યા ન હતા. અમિત શાહે ગુજરાતના રાજ્યપાલ સાથે અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. પરંતુ પ્રદેશ પ્રમુખ સાથે એક ઔપચારિક બેઠક પણ કરી ન હતી તેને લઇને અનેક અટકળો શરૂ થઈ છે.

ભાજપના પ્રદેશ પ્રભારીએ કરી પૂછપરછ

તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત આગામી દિવસોમાં મોટી રાજકીય હલચલ થઇ રહી હોવાના સંકેત આપી રહી છે. સૂત્રો મુજબ જે અનુભવી નેતાઓ સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે બેઠક કરી હતી તેમને તેમણે સ્પષ્ટ પૂછ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પર્ફોમન્સ, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કાર્ય કરવાની શૈલી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રદેશ નેતૃત્વ કેવું? પ્રભારીએ ત્યાં સુધી પૂછ્યું હતું કે,આપની ગુજરાતમાં અત્યારની સ્થિતિ અને આગળ શું થઇ શકે.

શાહે માસ્ક ના નિયમોનો કર્યો ઉલાળીયો

અમિત શાહની ગુજરાતની મુલાકાત દરમિયાન સોશિયલ distance અને માસ્ક ના નિયમો ના ધજાગરા ઉડયા હતા. જોકે ખુદ અમિત શાહના મોઢા ઉપર પણ યોગ્ય રીતે માસ્ક પહેરેલો હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયામાં અપલોડ થયેલી તસવીરોમાં અમિત શાહના મોઢા ઉપર મોટાભાગે માસ્ક જોવા મળ્યું ન હતું. આમ ખુદ એક જવાબદાર ગણાતા ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ દ્વારા જ માસ્કના નિયમોનો ઉલાળીયો થયો હતો.

વાઘાણી શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન સાથે રહેતા

જીતુ વાઘાણી જ્યારે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે પ્રદેશ પ્રમુખ સાથે અચૂક મુલાકાત કરતા અને મોટાભાગના કાર્યક્રમોમાં જીતુ વાઘાણી અમિત શાહ સાથે જોવા મળતાં. પરંતુ ગઈકાલની અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એરપોર્ટ પર શાહને આવકારવા સિવાય કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા ન હતા તેને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

વીડિયો જોવા માટે જમણી બાજુ આપેલ લાલ બટન વાળી લિંક પર ક્લિક કરો