Editorial Election Gujarat Lifestyle National Personality Politics Trending

Bjp અધ્યક્ષ અમિત શાહ શા માટે રાજસ્થાન માં ભાડાનું મકાન શોધી રહ્યાં છે?: જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : કર્ણાટક ના અધૂરા અરમાનો પૂરા કરવા માટે હવે અમિત શાહ ની નજર રાજસ્થાન પર મંડાઈ છે.કરણ કે હોવી આગામી રાજસ્થાન ની ચૂંટણી ભાજ્પ માટે કર્ણાટક કરતા પણ વધારે પ્રતિષ્ઠા નો સવાલ છે.તેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે રાજસ્થાનની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેના માટે પોતાની ટીમ મોકલી છે.તેમની ટીમ જયપુરમાં કામ શરૂ કરી દીધું છે અને તેમની માટે ભાડાના 3થી 4 મકાનો પણ શોધી રહયા છે. જ્યાંથી શાહ ચૂંટણીની રણનીતિ બનાવશે.

રાજસ્થાનમાં થોડા મહિના બાદ યોજાનારી ચૂંટણીને લઇને કેન્દ્રીય નેતૃત્વ ગંભીર થઈ ગયું છે ત્યારે બીજી તરફ રાજસ્થાન ભાજપની અંદર ધમાસાણ ચાલી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વ અને વસુંધરા રાજે વચ્ચે મતભેદ હોવાને કારણે રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ભાજપના કોઈ પ્રદેશાધ્યક્ષ નથી. રાજસ્થાનમાં વસુંધરા રાજે જેવાં મજબૂત નેતાને નજર અંદાજ કરવાની ભૂલ ભાજપને ભારે પડી શકે છે.