National Politics

વાયરલ વિડીયો/સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધીના ભાષણની શા માટે ઊડી રહી છે મજાક?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા રાહુલ ગાંધીના ભાષણનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે,જેની મજાક ઉડી રહી છે,કારણ કે વિડીયો માં રાહુલના ટ્રાન્સલેટરે લોચો મારતા ફેન્સ દ્વારા વિચિત્ર કૉમેન્ટ આવી રહી છે. આ વીડિયો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ટ્વીટર હેન્ડલ પરથી ‘દેખો હંસ ન દેના’નું ટાઇટલ આપીને શેર કરવામાં આવ્યો છે.

વાયરલવીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, કેરાલામાં એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યાં છે. જ્યારે તેમનો ટ્રાન્સલેટર ઇંગ્લિશનું કેરાલાની ભાષા- મલયાલમમાં ટ્રાન્સલેટ કરી રહ્યો છે.રાહુલ ગાંધી ઇંગ્લિશમાં બોલે છે કે, મોદી લોકોને કહે છે કે, મને વડાપ્રધાન નહીં ચોકીદાર બનાવો. પણ આ વાત રાહુલનો ટ્રાન્સલેટર સમજી ના શક્યો અને સ્ટેજ પર કૉમેડી થઇ ગઇ. ત્યારબાદ ફરીથી અનિલ અંબાણી અને રાફેલ મુદ્દે પણ ટ્રાન્સલેટર રાહુલની ઇંગ્લેશ સમજી ના શક્યો. રાહુલ ગાંધી વારંવાર ટ્રાન્સલેટરને સમજાવતા રહ્યાં. આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્વારા જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે.