Editorial Gujarat Politics Trending

હાર્દિક પટેલની ત્રણ માંગ મુદ્દે સમાધાન કરવામાં રૂપાણી સરકાર શા માટે ડરી રહી છે ? જાણો કારણ

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) :  રૂપાણી સરકાર અને હાર્દીક પટેલ વચ્ચે હવે આરપાર ની લડાઈ ચાલી રહી છે,ઉપવાસ શસ્ર એ ગાંધીજી ના શબ્દો મા કહીએ તો છેલ્લું બ્રહ્માસ્ર કહેવાય છે,જેનો વાર દુશ્મન પર ખાલી જતો નથી.હાર્દીકે પણ હવે અનામત અને ખેડુતો ની દેવા માફી માટે રૂપાણી સરકાર સામે આ બ્રહ્માસ્ર નો પ્રયોગ કર્યો છે,જેને લઇ સૂરજ ઉગતા જ રૂપાણી સરકાર માટે મુશ્કેલી શરૂ થાય છે કે આ બ્રહ્માસ્ર ના વાર માંથી કેવી રીતે બચી શકાય ? જો કે 14 મા દિવસે હાર્દિક ની હાલત વધું નાજુક બનતા ઍને હોસ્પિટલ મા એડમિટ કરાયો ત્યારે કેટલાંક મીડિયાએ હાર્દિક ના ઉપવાસનો અંત દર્શાવી દીધો હતો.

પણ હાર્દીકે તરત ટ્વીટ કરી જણાવ્યું કે લડાઈ તો હજુ જારી છે. હાર્દિક ના આંદોલન મુદ્દે ઍક વર્ગ એવું માની રહ્યો છે કે જેમ જેમ હાર્દિક નું વજન ઘટતું જાય છે ઍમ ઍમ સરકાર નું કદ પણ ઘટતું જાય છે.લોકો મા રૂપાણી સરકાર પ્રત્યે હાલ એ જ આક્રોશ જોવા મળી રહ્યો છે,જે ઍક સમયે આનંદી બેન પટેલ વખતે હતો.અને આનંદીબેને સત્તા ગુમાવવી પડી હતી.

આ બાજુ નીતિન પટેલ હાલમાં જાપાન પ્રવાસે છે,એટલે રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી ગઇ છે, તો બીજી બાજુ CM રૂપાણીએ હાર્દિક મુદ્દે સમાધાન સાધવા પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિહ ચુડાસમા, કૌશિક પટેલ અને સૌરભ પટેલને સમાવતી સમિતિ રચી હોવાનું જાણવા મળેલ છે,તો બીજી બાજુ રૂપાણી ખુદ આ મુદ્દા થી દુર ભાગી રહયા છે.જો ખરે ખર આ આંદોલન નો સુખદ અંત લાવવો જ હોય તો ખુદ CM રૂપાણી એ મેદાનમાં ઉતરવું પડે,પણ ક્યાંક ને ક્યાંક રૂપાણી ને આ મુદ્દે ડર છે.

કદાચ ધારો કે હાલ રૂપાણી સરકાર હાર્દિકની ત્રણ માંગ માંથી એકાદ માંગ સ્વીકારીને હાર્દિક ને આંદોલન સમેટી લેવડવવામાં સફળ થાય ,પણ ડર એ વાતનો છે કે ઍક માંગ સ્વીકારી ઉપવાસ આંદોલન સમેટી લીધાં પછી શી ખાતરી કે હાર્દિક સરકાર સામે બીજી આંદોલન નહીં કરે ?

વળી, 2019 માં લોકસભા ની ચૂંટણીઓ આવી રહી છે,જેને લઇને પણ સરકાર મા ફફડાટ છે કે જો હજુ પણ વધારે આક્રમક બની હાર્દિક નાં આંદોલન ચાલુ જ રહેશે તો ભાજ્પ ને સો ટકા મોટુ નુકશાન પહોચી શકે છે,એટ્લે પાટીદારોની હાર્દિક ને મળતી હમદર્દી રોકવા માટે રૂપાણી સરકાર હાર્દિક ના આંદોલન ને કૉંગ્રેસ પ્રેરિત હોવાનું જણાવી રહી છે,પણ હાર્દિક મુદ્દે રૂપાણી સરકાર ની બધી જ ચાલ ઊંઘી પડી રહી હોય ઍમ લાગે છે.

વળી હાર્દિક ને પાટીદારો ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે થી પણ ખુલ્લો સપોર્ટ મળી રહ્યો છે,હાર્દિક ના આજે 16 દીવસ ના ઉપવાસ બાદ પણ રૂપાણી ખુદ મેદાન માં ઉતરવાને બદલે ‘ પટેલો પાસે પાડા ચરાવવા ‘ ની કહેવત ને યથાર્થ કરી રહી છે,ત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ હાર્દિક ને હવે કેન્દ્રીય કક્ષા ના નેતાઓ મળવા આવી શકવાની શક્યતા ને નકારી શકાતી નથી.આમ શરીરે નબળો પડતો હાર્દિક મન થી મક્કમ બની આર પાર ની લડાઈના સંપુર્ણ મૂડમાં હોવાનું ચર્ચાય છે.

Featured