Editorial Gujarat National Politics

શા માટે PM મોદીએ એકાઍક ગુજરાત પ્રવાસ રદ કરી દીધો ? જાણો તેની પાછળ છુપાયેલ સત્ય હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પુર જેવી સ્થિતિ આવી ગઈ છે,એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર માં ભારે પૂર જેવી સ્થિતી સર્જાવા ને કારણે જાન માલ ને ભારે નુકશાન થયા ના અહેવાલો ને લઇ ગુજરાતના CM રૂપાણીએ પુરગ્રસ્ત વિસ્તારોની હવાઈ મુલાકાત પણ લીધી હતી.

બીજી બાજુ PM મોદી આગામી 20 જુલાઈના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના હતા.જેમાં તેઓ જુનાગઢમાં નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના હતા, જે પછી વલસાડમાં પણ કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા જે પછી ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટિના વાર્ષિક કોન્વોકેશનમાં પણ હાજરી આપવાના હતા.પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવેલા પુરને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

જોકે મોડી સાંજે વડાપ્રધાન કાર્યાલય તરફથી તેમનો ગુજરાતનો એક દિવસનો પ્રવાસ રદ્દ થયો હોવાની માહિતી રાજ્ય વહીવટી વિભાગને આપી દેવાઈ છે. મોદી ના ગુજરાત પ્રવાસ રદ ને લઇ એવું કારણ બતાવવામાં આવી રહ્યુ છે કે,જો મોદીજી ગુજરાત આવે તો તેમની સલામતી અને કાર્યક્રમો પાછળ રાજ્ય વહીવટી તંત્ર ખડે પગે રહેવા ને કારણે પુરગ્રસ્ત વિસ્તારો પર જરુરી ધ્યાન આપી શકાય નહીં.