Editorial Gujarat

સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં મહિલા વકીલ છેલ્લાં ઍક મહિનાથી ગુમ ! અનેક તર્ક વિતર્ક

મો.ન્યુ.ફો.નેટવર્ક : સુરત કોર્ટ માં વકીલાત કરતી ઍક મહિલા વકીલ છેલ્લાં ઍક મહિનાથી કોર્ટ કેમ્પસમાં નહીં દેખાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે, કારણ કે આ મહિલા વકીલ નું બેગ પણ કોર્ટ માં જ પડયું છે,એટલું જ નહીં આ લેડી એડવોકેટનું મોપેડ પણ હજુ કોર્ટ સંકુલ માં જ પડયું છે.

પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ, ડીન્ડોલી થી સુરતની કોર્ટ માં પ્રેક્ટિસ કરનાર ઍક મહિલા વકીલ ની છેલ્લાં ઍક મહિના થી ભાળ નથી. જો કે આ અંગે મહિલા વકીલ ના પરિવારજનો  ના જણાવ્યા મુજબ છેલ્લાં ઍક મહિનાથી તેણીની ઘરે આવેલ નથી. મંદિરે જવાનું કહીને નીકળેલ આ મહિલા વકીલ ઘરે પાછા ફર્યા જ નથી. જો કે પરિવારજનો એ આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરીયાદ નોંધાવી નથી.

જો કે સ્થાનિક પોલીસ ને જાણ થતા પોલીસે કોર્ટ માં પડેલ મોપેડ ની તપાસ કરી હતી,પરંતું પોલીસને હજુ સુધી કોઈ મિસિંગ કે જાણવા જોગ ફરીયાદ પણ મળેલ નથી. જો કે મહિલા વકીલ નો ફોન પણ બંધ આવે છે,ત્યારે સવાલો એ પેદા થઈ રહયા છે કે આ મહિલા વકીલ સાથે કોઈ અનિચ્છનીય બનાવતો નહીં બન્યો હોય ને ?