Environment Humanity Lifestyle National Personality

વિશ્વ પર્યાવરણ દિવસ/107 વર્ષની ઉંમરમાં 8000 થી વધારે વૃક્ષો વાવી બનાવ્યો વર્લ્ડ રેકર્ડ, સરકારે આપ્યો પદ્મશ્રી એવોર્ડ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના વૈશ્વિકરણને કારણે  વિશ્વ ભલે એકબીજાથી નજીક આવી રહી હોય પરંતુ  પર્યાવરણ દિનપ્રતિદિન જોખમમાં મુકાઇ રહ્યું છે, ત્યારે આ પર્યાવરણ ને બચાવવા માટે    કર્ણાટકના હુલીકલ ગામના 107 વર્ષના સાલુમારદા થિમ્મક્કાએ 8000 જેટલા વૃક્ષો વાવી ને ઍક નવો વર્લ્ડ રેકર્ડ નોંધાવ્યો છે, ત્યારે પર્યાવરણ ક્ષેત્રે તેમના મહાન પ્રદાનને જોતા તેમને આ વર્ષની શરૂઆતમાં પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પુરસ્કાર સ્વીકારતી વખતે પણ તેમણે બધાના ચહેરા પર હાસ્ય લાવી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાલુમારદા થિમ્મક્કા ને સંતાનો ન થવાને કારણે તેમણે વૃક્ષો ને પોતાના સંતાનો માની ને વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તે 8000 વૃક્ષો વાવી ચૂક્યા છે જેમાં હજારો વડના ઝાડનો સમાવેશ થાય છે. હવે કર્ણાટકની સરકાર રસ્તો પહોળો કરવા ઝાડ કાપવાની વાત કરી રહી છે ત્યારે રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ એકજૂટ થઈ ગયા છે.મીડિયા અહેવાલો મુજબ, થિમ્મક્કા દ્વારા વાવેલા 300 જેટલા વૃક્ષોને કુડુર અને હુલીકલ વચ્ચેનો રસ્તો પહોળો કરવા કાપી નાંખવામાં આવશે. જેની સામે પર્યાવરણપ્રેમીઓ ભારે વિરોધ નોંધાવ્યો છે.

સંસ્કૃતિમાં વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા બેગ્લોર ના ચળવળકાર વિજય નિશાંતે જણાવ્યું કે તેઓ કદંબ વંશના છે જેમાં પ્રથમ સદીના લોકો વૃક્ષોને માન સન્માન આપતા અને તેમની સાર સંભાળ રાખતા. તેમણે કહ્યું, “થિમ્મક્કાએ તેમના જીવન થકી આપણે પર્યાવરણ સાથે હાથ મિલાવીને કેવી રીતે રહી શકીએ તેનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. આ આપણા બધા માટે મોટી શીખ છે. આપણી ફરજ બને છે કે આપણે આ વૃક્ષોની રક્ષા કરીએ. આ પૃથ્વી એકલા માણસોની નથી, તે વૃક્ષો અને વન્યજીવોની પણ છે. આથી વૃક્ષોને બચાવવા અમારે લડત કરવી જ રહી.”