રાહુલ ગાંધી બાદ આજે પરેશ ધાનાણી પોલીસના નિશાને, ધાનાણીનો શર્ટ ફાટ્યો

0
1029

મોર્નિંગ ન્યુઝ ફોકસ, અમરેલીઃ ગુજરાતમાં જ્યારથી રૂપાણી સરકારનું શાસન શરૂ થયું છે ત્યારથી જાણે લોકશાહી મરી પરવારી હોય તેમ પોલીસ દ્વારા સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરનારાઓ સામે સરમુખત્યારશાહી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ફી માફી મુદ્દે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના ઉપર દમન કરવામાં આવ્યુ અને તેમની સાથેની ઝપાઝપીમાં પોલીસે તેમનો શર્ટ ફાડી નાખતાં જાણે લોકશાહીનું ચીર હરણ થયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

https://www.facebook.com/pareshdhananiofficial/videos/343694613550994/

“ભણતર નહી, તો વળતર નહી” નિર્ધાર સાથે પ્રતિક ઉપવાસ પર બેસેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી ધરણા પર બેસે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સાથે ધાનાણીએ રકઝક કરતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધાનાણીનો શર્ટ ફાડ્યો હતો. ધાનાણીની અટકાયત કરતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસની વાન રોકીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસનું આ કૃત્ય ખૂબ જ નિંદનીય છે અને પોલીસ જાણે અજાણે રાજકીય નેતાઓનો હાથો બની રહી હોય તેવું આ દ્રશ્ય પરથી ચર્ચાઈ રહ્યું છે.