National

ઉત્તરપ્રદેશમાં યોગીરાજ કે જંગલરાજ ? રેલ્વે પોલીસે પત્રકારને બેરહમી પૂર્વક માર માર્યો, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉત્તરપ્રદેશના શામલીમાં મંગળવારે એક ટ્રેન દુર્ઘટના થઈ. ધીમાનપુરા ફાટક પાસે ટ્રેક બદલાવાના કારણે એક માલગાડીની ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનાને કવર કરવા ગયેલા એક પત્રકારને રેલ્વે પોલીસના કર્મચારીઓએ બહુ માર્યો.

આ ઘટનાનો વિડીયો બહાર આવતાં જ ખૂબ ઝડપથી વાયરલ બની રહ્યો છે. આરોપ છે કે જીઆરપીના કર્મચારીઓએ સાદી વર્દીમાં પત્રકારોને માર્યા, તેમને ગાળો આપી અને પછી તેમનાં કપડાં કઢાવ્યાં. એક પત્રકારે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જીઆરપીના કર્મચારીઓએ ઘટનાસ્થળે ગાળા-ગાળી કરી અને પારપીટ કરી.

Tags