પ્લાઝમા ડોનર બનવા સુરતીઓને ‘યુથ ફોર ગુજરાત’ દ્વારા આહવાહન : આ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન ? જુઓ વિડીયો

0
789
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :   સુરતમાં થોડાક સમય અગાઉ કોરોના ને પરિણામે સ્થિતિ ગંભીર બની હતી પરંતુ સુરતીઓએ હિંમતપૂર્વક કોરોના ની સામે માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરીને મજબૂત લડાઈ લડી હતી જેને લઈને હાલમાં સુરતમાં કોરોના કેસોની સંખ્યા ઘટી છે એટલું જ નહીં પરંતુ યુથ ફોર ગુજરાત જેવા અનેક સામાજિક સંગઠનોએ પણ કોરોના વોરિયર્સ બનીને પ્રશંસનીય કામગીરી કરી છે.
જુઓ વિડીયો…

હાલમાં સુરતમાં કોરોના ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા માટે તંત્ર સજ્જ છે ત્યારે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરત અવ્વલ નંબરે રહ્યું છે ત્યારે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્લાઝ્મા ડોનેશન અભિયાનમાં જોડાવા માટે કોરોનામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયેલા લોકોને હાકલ કરવામાં આવી છે.જે લોકો  પ્લાઝમા ડોનેટ કરવા માગતા હોય તેઓ તેમની માહિતી ગુગલ લીંક https://forms.gle/vJsQHquVGfdBavnb8
દ્વારા ભરી શકે છે અથવા +9196249 99990 પર વોટ્સએપ પણ કરી શકે છે એમ યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશ પાટીલે જણાવ્યું છે.