દક્ષિણ ગુજરાતમાં ભાજપ માટે AAP બન્યું મોટો પડકાર : વલસાડ જિલ્લાના આ સમાચારોથી ભાજપના નેતાઓ દોડતા થઈ જશે

દક્ષિણ ગુજરાતમાં ભાજપ માટે AAP બન્યું મોટો પડકાર : વલસાડ જિલ્લાના આ સમાચારોથી ભાજપના નેતાઓ દોડતા થઈ જશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં ભાજપ પ્રત્યે લોકોમાં વધતી જતી નારાજગીથી આમ આદમી પાર્ટી ને મોટો ફાયદો મળી રહ્યો છે કારણકે સમગ્ર ગુજરાતમાંથી લોકો હવે ઈમાનદાર એવા ત્રીજા વિકલ્પ આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે ત્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસને માત આપીને આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકોને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત છેલ્લા ૫ દિવસો મા વલસાડ જીલ્લાના કપરાડા અને વલસાડ તાલુકા માં ૧૦૦ થી વધુ યુવાનો, આગેવાનો અને મહિલાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હોવાનું આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રામ ધડૂકે જણાવ્યું હતું.

વલસાડ તાલુકા ના કચીગામ માં મિલનભાઈ પટેલ ની આગેવાનીમાં ગ્રામ પંચાયત સભ્ય હસમુભાઈ કે. પટેલ અને કનુભાઈ પટેલ સહિત ૨૫ થી વધુ આગેવાનો,યુવાનો અને મહિલઓ આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો 

ઉપરાંત ઠક્કરવાડા ગામમાં ભીખુભાઈ સતિષભાઈ નાયકા ની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત સભ્ય અર્જુનભાઈ નગીનભાઈ અને ગ્રામ પંચાયત સભ્ય ગંગાબેન શંકરભાઈ પટેલ સહિત ૩૦ થી વધુ યુવાનો, આગેવાનો અને મહિલાઓ એ વિધિવત રીતે આમ આદમી પાર્ટી નો ખેશ ધારણ કર્યો 

કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં શ્યામલ પટેલ અને પ્રિતેશ પટેલ ની આગેવાની હેઠળ ૩૦ થી વધુ યુવાનો અને આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટી મા જોડાયા. ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી-વલસાડ જીલ્લા પ્રભારી હિંમતભાઇ નારોલા (દક્ષિણ ઝોન), વલસાડ જીલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજાયો હતો.