સિદ્ધપુર વિધાનસભા સીટ પર પરિવર્તન કે પુનરાવર્તન? શુ છે મતદારોનો મિજાજ ?

સિદ્ધપુર વિધાનસભા સીટ પર પરિવર્તન કે પુનરાવર્તન? શુ છે મતદારોનો મિજાજ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતનો દબદબો પહેલેથી જ રહ્યો છે. ઉત્તર ગુજરાતે ગુજરાતને મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના નેતાઓ આપ્યા છે છતાં પણ ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભાજપ કરતાં કોંગ્રેસનું જોર વધારે રહ્યું છે કારણ કે ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠકો પૈકી માત્ર 14 બેઠકો જ ભાજપ મેળવી શક્યું છે જ્યારે 18 બેઠકો કોંગ્રેસ પાસે છે.

ઉત્તર ગુજરાતના કુલ છ જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાાંબરકાઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટા ભાગે પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી મતદારોની મત બેન્ક છે. ઉત્તર ગુજરાતમાં 182 બેઠકોમાંથી 32 બેઠકો આવે છે. તેમાં બનાસકાંઠામાં 9, પાટણમાં 4, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, ગાંધીનગરમા 5 બેઠકો આવે છે, આ 32 બેઠકોમાંથી હાલની સ્થિતિએ જોઇએ તો ભાજપને 14 બેઠકો મળી હતી તો કોંગ્રેસે અહીંથી 17 બેઠકો મેળવી હતી, જ્યારે એક બેઠક અપક્ષ પાસે છે. ઉત્તર ગુજરાતની આ 32 બેઠકો પર કુલ મતદારોની સંખ્યા 86,53,000 છે, આમાંથી 44,58,000 પુરૂષ મતદારો અને 41,93,000 મહીલા મતદારોનો સમાવેશ થાય છે.

જો વાત કરીએ પાટણ જિલ્લાની તો પાટણ જિલ્લામાં રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિધ્ધપુર એમ ચાર બેઠકો છે. ગઇ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર વર્ગની નારાજગીની સૌથી વધુ અસર ભાજપને થઇ હતી. અહીં એક બેઠક પર ભાજપ, ત્રણ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. એમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં સિદ્ધપુર બેઠકની ખૂબ જ મહત્વની માનવામાં આવે છે પાટણ જિલ્લાની રાજનીતિનો મુખ્ય કેન્દ્ર વર્ષોથી સિદ્ધપુર રહ્યું છે સિદ્ધપુર બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે.

જોકે સિદ્ધપુર તાલુકા નું સિધ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વિભાજન થતાં અહીંયા રાજકીય સમીકરણો બદલાયા છે. કારણ કે હાલમાં સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ઓબીસી મતદારોનું વધારે પ્રભુત્વ હોય તેવું લાગી રહ્યું છે. તેથી ગત 2017 ની ચૂંટણીમાં સિદ્ધપુર ની સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરે જીત મેળવી હતી અને રાજકારણના દિગજ નેતા ગણાતા જયનારાયણ વ્યાસને મ્હાત આપી હતી. જોકે સિધ્ધપુર ની બેઠક પર જય નારાયણ વ્યાસ અનેક વખત ભાજપના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા છે. બળવંતસિંહ રાજપૂત પણ સિદ્ધપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માંથી ભૂતકાળમાં ચૂંટણી જીતેલા છે. પરંતુ સમય અગાઉ બળવંતસિંહ રાજપૂતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. હાલમાં બળવંતસિંહ રાજપુત ભાજપના નેતા છે. એક સમયે એકબીજાના હરીફ ગણાતા બળવંતસિંહ રાજપૂત અને વ્યાસ બંને હાલમાં ભાજપના નેતાઓ છે.

અત્રે નોંધનીય છે કે 2017 માં સિદ્ધપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસે કબજો જમાવ્યો હતો. કોંગ્રેસના ચંદનસિંહ ઠાકોર 2017 માં જય નારાયણ વ્યાસ ની સામે ચૂંટણી જીત્યા હતા. પરંતુ તેમના પાંચ વર્ષના શાસનમાં સિદ્ધપુરનો વિકાસ રૂંધાયો છે. સિદ્ધપુરની અનેક સમસ્યાઓ હજુ સુધી યથાવત રહી છે. સિદ્ધપુર કાકોશી ફાટક પર છેલ્લા કેટલાય સમયથી રેલવે ઓવરબ્રિજ કાર્યરત થઈ શક્યો નથી.જેના પાછળ ક્યાંક ને ક્યાંક વર્તમાન પ્રજાપતિની નિષ્ક્રિયતા જ દેખાઈ આવે છે.એટલું જ નહીં પરંતુ એક સમયે ધબકતું સિદ્ધપુર આજે ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ ધીમે ધીમે મૃતઃપ્રાય બની રહ્યું છે.જો કે ગુજરાતમાં ભાજપના શાસનમાં સિદ્ધપુરના બળવંત સિંહ રાજપૂત અને જયનારાયણ વ્યાસના પ્રયત્નો થી અહીં જી.આઈ.ડી.સી. કાર્યરત થતા ઔદ્યોગિક સ્થિતિ સુધરી છે.

સિદ્ધપુરમાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યકાળમાં સિધ્ધપુર સામાજિક ધાર્મિક અને આર્થિક રીતે પછાત રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધપુર આરોગ્ય ક્ષેત્રે પણ ખૂબ જ પછાત રહ્યું છે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ સિદ્ધપુરની એક હોસ્પિટલની મુલાકાત લઈ અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જ્યાં તેમણે એવા આક્ષેપ કર્યો હતો કે માત્ર અને માત્ર અહીં બિલ્ડિંગ જ ઊભું છે પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. જોકે આ ઘટના સિદ્ધપુર માટે એક લાંછન સમાન હતી.તેથી આ વખતે સિદ્ધપુરની જનતાનો મિજાજ બદલાયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જોકે સિધ્ધપુર ની જનતા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન એ તો આવનાર સમય બતાવશે પરંતુ જો ભાજપે સિદ્ધપુરની સીટ જીતવી હોય તો હવે નવા પ્રયોગો અસરકારક નિવડે તેવું દેખાતું નથી. જો કે સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનું વિભાજન થતાં અહીંયા ઓબીસી મતદારોનું વર્ચસ્વ વધ્યું છે. ત્યારે ભાજપે એવા નેતા ને મેદાનમાં ઉતારવો રહ્યો કે જે જનરલ અને ઓબીસી મતદારો વચ્ચે બેલેન્સ કરી શકે.

બીજી મહત્વની વાત એ છે કે સિદ્ધપુર શહેરમાં સિદ્ધપુર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. એટલે એક વાત નિશ્ચિત છે કે સિદ્ધપુર શહેરના મતદારો ક્યાંક ને ક્યાંક ભાજપ તરફ વધુ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને ભાજપ તરફ કેમ આકર્ષવા એ એક કોયડા સમાન સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભાજપે આ વખતે જો સિદ્ધપુર સીટ જીતવી હોય તો તમામ સમાજોને સાથે લઈને ચાલી શકે તેવા ઉમેદવારને પસંદ કરવો રહ્યો. એટલું જ નહીં પરંતુ અહીં લઘુમતી સમાજનો પણ એક મોટો વર્ગ છે તેથી લઘુમતી સમાજના વોટ પણ આ સીટી જીતવા માટે ખૂબ જ અસરકારક હોવાનું માનવામાં આવે છે.

 વિડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો

https://www.facebook.com/1659802264233919/posts/pfbid0D5J4h6ap7ZyvE4ovihzA8GzLoZtQSMyP2tfC8E4nm1rmLeeG5TW6PKgaQwvgwuYul/

સિધ્ધપુરના મહત્વના આકર્ષણો

સિધ્ધપુર નું પુરાણોમાં ખૂબ જ મહત્વ છે. સમગ્ર ભારત પરના હિન્દુઓનું એકમાત્ર માતૃ શ્રાદ્ધ તીર્થ સ્થળ છે. અહીંનું બિંદુ સરોવર એ આપણી પ્રાચીન કથા સાથે જોડાયેલું છે. અમિતાભ બચ્ચનથી લઈને નરેન્દ્ર મોદી સુધી ની મહાન હસ્તીઓ સિદ્ધપુર સાથે સવિશેષ લગાવ ધરાવે છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધપુરનો પુરાણોમાં શ્રીસ્થળ તરીકે ઉલ્લેખ થયો છે. ભારતની વીર ગાથા અને ઐતિહાસિક પરંપરા ની યશ ગાથા રજૂ કરતો રુદ્રમહાલય જે સિદ્ધપુરમાં આવેલો છે. આ ઉપરાંત 360 બારી બારણા વાળું મકાન તેમજ દાઉદી વોરા કોમના મકાનો એ સિદ્ધપુરના સવિશેષ આકર્ષણ રહ્યા છે. ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સિદ્ધપુરમાં પાંચ સ્વયંભુ મહાદેવના મંદિરો છે જેનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે. તેમજ સિદ્ધપુરના પ્રાચીન સંત એવા પૂજ્ય દેવ શંકર બાપા નો આશ્રમ લોકમાતા સરસ્વતીના કિનારે આવેલો છે. લોકમાતા સરસ્વતીના કિનારે વસેલું શ્રી સ્થળ સિધ્ધપુર નો કાત્યોકનો મેળો એ આપણી ભાતીગળ સંસ્કૃતિને પ્રતિબિંબ છે.સિધ્ધપુર નું મુક્તિધામ એ એક એવું સ્થળ છે જ્યાં આવીને મરવાનું પણ મન થઈ જાય. એમ કહેવાય છે કે " સુરતનું જમણ અને સિદ્ધપુર નું મરણ " સિધ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલું મુક્તિધામ જ્યાં સ્વજનના અંતિમ સંસ્કાર દૂર બેસેલી વ્યક્તિ પણ નિહાળી શકે છે એવી અહીં સુંદર વ્યવસ્થા છે.

જયનારાયણ વ્યાસ 

સિધ્ધપુર માં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડનારા માત્ર બે જ ચહેરા સવિશેષ રહ્યા છે. જેમાં ભાજપના સિમ્બોલ પરથી ડો. જય નારાયણ વ્યાસ અને કોંગ્રેસના સિમ્બોલ પરથી બળવંતસિંહ રાજપુત અવારનવાર એકબીજાના હરીફ બનીને ચૂંટણી લડ્યા છે. જેમાં જય નારાયણ વ્યાસ ના કાર્યકાળ દરમિયાન સિદ્ધપુરમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હતી અને શહેરનો સારો એવો વિકાસ થયો હતો.

બળવંતસિંહ રાજપૂત

જોકે સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુત પણ રાજકારણનો એક મોટો ચહેરો રહ્યા છે. જય નારાયણ વ્યાસ ની સામે તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી ભૂતકાળમાં જીત મેળવી છે અને તેમના કાર્યકાળ દરમિયાન પણ સિદ્ધપુરમાં અનેક વિકાસ કાર્ય થયા છે. બળવંતસિંહ રાજપુત એક મોટા ગજાના ઉદ્યોગપતિ છે અને આ વિસ્તારની તમામ જનતાને અને તમામ વર્ગના લોકોને એક જૂટ કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે. તેઓ સિદ્ધપુરની અનેક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે અને આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ 2017 ની ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો અને જીઆઇડીસીના ચેરમેનનો કાર્યભાર પણ તેમણે સંભાળેલો છે. બળવંતસિંહ રાજપુત પણ હવે ભાજપના લોક નેતા બન્યા છે ત્યારે સિધ્ધપુર ને હવે ભાજપના બે દિગજ્જ નેતાઓ પ્રાપ્ત થયા છે.

વર્તમાન કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર

2017 ની ચૂંટણીમાં સિદ્ધપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને ભાજપમાંથી જય નારાયણ વ્યાસ વચ્ચે ભારે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામ્યો હતો. જેમાં ચંદનજી ઠાકોર જીત્યા હતા પરંતુ તેમના પાંચ વર્ષના શાસનમાં સિધ્ધપુર એ ક્યાંક ને ક્યાંક વિકાસને બદલે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોય તેઓ પ્રજા મત પ્રવર્તિ રહ્યો છે. જોકે તેમના કાર્યકાળમાં સિધ્ધપુરમાં કોઈ નોંધપાત્ર વિકાસ કાર્યો થયા નથી જેને લઇ જનતામાં પણ ભારે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા પરિવર્તન લાવશે કે પુનરાવર્તન એ તો આવનાર સમય જ બતાવશે.