ટ્યુશનના સંચાલકે ટીચરના પતિને બીભત્સ ફોટો મોકલી લખ્યું, ' તમારી પત્ની તો સાર્વજનિક છે ' અને પછી....જાણો શુ થયું ?

ટ્યુશનના સંચાલકે ટીચરના પતિને બીભત્સ ફોટો મોકલી લખ્યું, ' તમારી પત્ની તો સાર્વજનિક છે ' અને પછી....જાણો શુ થયું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,અમદાવાદ : અમદાવાદમાં શાહીબાગમાં રહેતા એક હોમિયોપેથી ડોકટરના મોબાઈલમાં તેની જ પત્નીના બીભત્સ ફોટો અને મેસેજીસ કોઈ અજાણ્યા નમ્બર પરથી આવતા ફરિયાદ નોંધાઇ છે જેમાં ડોક્ટરને તેની જ પત્ની વિશેના ખરાબ મેસેજીસ મોકલનાર બીજો કોઈ નહિ પણ ઊંઝા તાલુકાના મકતુપુર ગામનો એક ટ્યુશન સંચાલક હોવાનું સામે આવતા સાઇબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના મકતુપુર ગામે રહેતા કલ્પેશ વાસુદેવભાઈ જોષી (ઉ.વ.35) એ છેલ્લા ઘણા સમયથી ગામમાં ટ્યુશન કલાસીસ ચલાવે છે. ઉપરાંત સિદ્ધપુરમાં તેની રેડીમેડ ગારમેન્ટની દુકાન પણ છે.કલ્પેશ બી.કોમ.પાસ છે.તેના કલાસીસમાં ફરિયાદી ડોક્ટરની પત્ની ટ્યુશન કલાસ લેવા માટે જતી હતી.પણ તેના લગ્ન બાદ તેને કલાસ લેવા જવાનું બંધ કરતાં કલ્પેશને કલાસીસમાં ભારે આર્થિક નુકશાન ગયું હતું. જેની અદાવત રાખી કલ્પેશે તે ટીચરના લગ્નજીવન ને ભાંગી નાખવાનું મનોમન નક્કી કર્યું.

જેને લઈ કલ્પેશ તેના કલાસીસમાં આવતા વિદ્યાર્થીના મોબાઈલ માંથી યુવતી ટીચરના પતિને બીભત્સ મેસેજ મોકલવા લાગ્યો.કલ્પેશ મેડમના સ્ટુડન્ટ્સનો ભાઈ બનીને બીભત્સ ફોટો અને મેસેજ મોકલવા લાગ્યો.તેણે ડોકટર ( ટીચર મેડમના પતિ) ને મેસેજ કર્યો કે તમારી પત્ની તો સાર્વજનિક વાઈફ છે. આવા મેસેજ ગત માર્ચ થી 8 એપ્રિલ સુધી મોકલ્યા અને તેમના લગ્નજીવનને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.છે વટે ડોકટરે આ બાબતની જાણ તેના મોટા ભાઈને કરી હતી.જેને લઈ સાઇબર ક્રાઇમ માં અરજી આપવામાં આવી હતી.અરજીના આધારે સાઇબર ક્રાઇમેં તપાસ હાથ ધરી કલ્પેશની ધરપકડ કરી છે.