પાટણ ધારપુર કોલેજના મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. ગોસ્વામી કોરોનાની રસીનો પ્રયોગ પોતાના પર કર્યો અને......... પછી જે થયું તે જાણી ચોકી જશો

પાટણ ધારપુર કોલેજના મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. ગોસ્વામી કોરોનાની રસીનો પ્રયોગ પોતાના પર કર્યો અને......... પછી જે થયું તે જાણી ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,પાટણ : કોરોના સામેની લડાઈમાં ભારતે સૌ પ્રથમ સફળતા હાંસિલ કરી છે. જેમાં ભારતમાં કોરોના નું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે આ રસી વિશે ખોટો ભ્રમ ન ફેલાય તે માટે સૌ પ્રથમ કોરોના વોરિયર્સને આ રસી આપવામાં આવી રહી છે. જેમાં પાટણ ખાતે આવેલી ધારપુર જનરલ હોસ્પિટલ દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાય તે પૂર્વે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ધારપુર કોલેજના ડીન ડૉ. ગોસ્વામીએ રસી નો પ્રથમ ડોઝ લીધો હતો. અને બે દિવસ પછી પ્રતિક્રિયા આપતા ડો. ગોસ્વામીએ જણાવ્યું હતું કે રસી સૌથી સલામત છે.

રસી ની સલામતી અંગે વિશ્વાસ વ્યક્ત કરતા ડોક્ટર ગોસ્વામીએ જણાવ્યું હતું કે રસી ની સલામતી અંગે જે જુદી-જુદી અફવાઓ ચલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે. રસી પ્રત્યે કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી. ડોક્ટર ગોસ્વામીએ જણાવ્યું હતું કે રસી લીધા બાદ મને કોઈ આડઅસર થઇ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. જેથી રસીકરણ અભિયાન ની શરૂઆત થાય ત્યારે કોઈ પણ પ્રકારના સંકોચ રાખ્યા વિના કોરોના સામે રક્ષણ મેળવવા આ રસી લેવાની અપીલ ડો. ગોસ્વામીએ જાહેર જનતાને કરી છે