સુરત : સત્તાધિશો હવે તો જાગો ! પાલિકાની સિટીલિંક બસ સર્વિસ 125 જેટલા લોકો માટે ' સ્વર્ગ લિંક સર્વિસ ' બની !

સુરત : સત્તાધિશો હવે તો જાગો ! પાલિકાની સિટીલિંક બસ સર્વિસ 125 જેટલા લોકો માટે ' સ્વર્ગ લિંક સર્વિસ ' બની !

સિટી બસે અનેક રાહદારીઓ નો ભોગ લીધો છે

2015 માં શરૂ કરી હતી બીઆરટીએસ સર્વિસ

230 જેટલા ગંભીર અકસ્માતો માં 125 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

શાસકો ના પેટનું પાણીએ હાલતું નથી ?

ઓવર સ્પીડ ને કારણે અકસ્માતો સર્જાતા હોવાનું પ્રાથમિક અનુમાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં બીઆરટીએસ સર્વિસની શરૂઆત વર્ષ 2015માં પાલિકાએ કરી હતી. ત્યારબાદ ક્રમશઃ બસની સંખ્યામાં વધારો થતો ગયો. સિટી બસ પણ વર્ષ 2016-17 બાદ વધારે ક્ષમતાથી દોડાવવાનું શરૂ કર્યું હતું.

જોકે, છેલ્લા આઠ વર્ષમાં આ સર્વિસનું સંચાલન કરવામાં પાલિકા નિરંકુશ સાબિત થઈ રહી છે. વર્ષ 2015થી 2018 સુધીમાં 80 અકસ્માત સર્જાયા હોવાનું પાલિકાએ સામાન્ય સભામાં કબૂલ્યું હતું ત્યારબાદ આવા અકસ્માત ઘટવાને બદલે સતત વધી રહ્યાં છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મે-2023 સુધીમાં કુલ 230 જેટલા ગંભીર અકસ્માત સિટીબસ અને બીઆરટીએસની બસને કારણે થયાં છે. તેમાં 125થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.