સુરત : વેસુ ખાતે સુડા ના આવાસમાં સૂકા-ભીના કચરાને જુદો પાડવા ડસ્ટબીન વિતરણ કરાયું

સુરત : વેસુ ખાતે સુડા ના આવાસમાં સૂકા-ભીના કચરાને જુદો પાડવા  ડસ્ટબીન વિતરણ કરાયું

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ની સુંદર સગવડ છેલ્લા ઘણા સમયથી ઉભી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સુરતને સ્વચ્છતા માં નંબર વન લાવવા માટે સુરત મહાનગર પાલિકા અને સુરતીઓએ સાથે મળીને કમર કસી છે. ત્યારે સુરતના વેસુ ખાતે આવેલા સુડાના આવાસમાં તાજેતરમાં ભાજપના મહિલા નેતા Lusiben patel અને કાર્યકરોએ સાથે મળીને મહાનગરપાલિકા દ્વારા સૂકા અને ભીના કચરા ને અલગ પાડવા માટે dustbin નું વિતરણ કર્યું હતું અને શહેરને સ્વચ્છ રાખવા માટે નો સંકલ્પ લેવડાવ્યો હતો.