Breaking: રાજ્ય સ્તરે યોજાયેલ સિટી બ્યુટી સ્પર્ધામાં સૌથી સ્વચ્છ શહેર સુરત ને મળ્યા 3 એવોર્ડ : જાણીને થશે ગર્વ

Breaking: રાજ્ય સ્તરે યોજાયેલ સિટી બ્યુટી સ્પર્ધામાં સૌથી સ્વચ્છ શહેર સુરત ને મળ્યા 3 એવોર્ડ : જાણીને થશે ગર્વ

સુરત છે દેશનું સૌથી સ્વચ્છ શહેર

સિટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે સુરતને મળ્યા 3 એવોર્ડ

સુરતના વોર્ડ નંબર 22 ને રાજ્યના સૌથી સુંદર વોર્ડનો મળ્યો પ્રથમ એવોર્ડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સિટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ માં સુરત મહાનગરપાલિકા ત્રણ એવોર્ડ મળ્યા છે.

1.વોર્ડ કેટેગરી

સૌથી સુંદર વોર્ડ તરીકે વોર્ડ નંબર - 22 (ભટાર- વેસુ - ડુમસ)ગુજરાતમાં પ્રથમ નંબરે પુરસ્કાર પ્રાપ્ત થયો

2. વોટર ફ્રન્ટ કેટેગરી

સૌથી સુંદર વોટરફ્રન્ટ માં ગુજરાતમાં બીજું ઇનામ

ગોપી તળાવ સુરત મહાનગર પાલિકા ને પ્રાપ્ત થયું.

3.હેરિટેજ કેટેગરી

સૌથી સુંદર હેરિટેજ જગ્યા તરીકે સુરત કિલ્લાનું પુનઃસ્થાપન અને પુનઃવિકાસ માં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો.

આ તમામ ઉપલબ્ધિઓ સુરતવાસીઓ સાથ સહકાર થી શક્ય બની છે.