આધાર કાર્ડમાં સુધારો કરવો છે ? આ રહ્યો ઉપાય : તમે જાતે જ કરી શકો છો અપડેટ

આધાર કાર્ડમાં સુધારો કરવો છે ? આ રહ્યો ઉપાય : તમે જાતે જ કરી શકો છો અપડેટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અથવા અપડેટ કરવા જઈ રહ્યા છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પેમેન્ટ કર્યા પછી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. પછી વેરિફિકેશન બાદ તમારા આધારમાં સરનામું અપડેટ કરવામાં આવશે.

જો તમે તમારું આધાર કાર્ડ અપલોડ કરવા માંગો છો, તો તમારી પાસે સરનામું અને નામ સંબંધિત દસ્તાવેજો પણ હોવા જોઈએ, પરંતુ જો આ વસ્તુઓ ખોટી આપવામાં આવશે અથવા દસ્તાવેજમાં કેટલીક ભૂલો હશે, તો તમારું આધાર કાર્ડ અપડેટ રિજેક્ટ કરવામાં આવશે. 

આધાર કાર્ડ આ રીતે કરો અપડેટ....

સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ.

હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો.

પછી અપડેટ આધાર પર ક્લિક કરો.

હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો.

આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો.

હવે પેમેન્ટ કરો, ત્યારબાદ તમને એક નંબર મળશે

તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.